🔥 TRENDING अवकाळी पावसाच्या तडाखा कुआरी में SSB ने लगाया निःशुल्क पशु चि... कफारा चौकी प्रभारी पर गंभीर आरोप: गवाह... Mathura वृंदावन - शारदीय नवरात्र पर नन... భూపాలపల్లిలో ఘనంగా శ్రీ దేవి శరన్నవరాత... जळगावात मोठा अनर्थ टळला; बस चालकाच्या...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લી જિલ્લામાં અણસોલ ચેકપોસ્ટના નવા મકાનનું રાજ્યકક્ષાના મંત્રી પી.સી.બરંડાના હસ્તે લોકાર્પણ..
Crime

અરવલ્લી જિલ્લામાં અણસોલ ચેકપોસ્ટના નવા મકાનનું રાજ્યકક્ષાના મંત્રી પી.સી.બરંડાના હસ્તે લોકાર્પણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Oct 2026, 04:04 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડાના હસ્તે અરવલ્લી જિલ્લામાં શામળાજી પોલીસ સ્ટેશન હસ્તક અણસોલ ચેકપોસ્ટના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ચેકપોસ્ટ ગુજરાત-રાજસ્થાન સરહદ પર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે..

અરવલ્લીમાં-:
કાયદો અને વ્યવસ્થાની જાળવણીને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, શામળાજી પોલીસ સ્ટેશન હસ્તક આવતી અણસોલ ચેકપોસ્ટના અત્યાધુનિક નવા મકાનનું લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડાના શુભ હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા, જે.ડી. વાઘેલા (નાયબ પોલીસ અધિક્ષક, મોડાસા વિભાગ), આર.ડી. ડાભી (નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, મોડાસા) સહિત અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા મકાનના લોકાર્પણથી પોલીસની કાર્યક્ષમતામાં વધારો થવાની આશા છે..

અણસોલ ચેકપોસ્ટ ગુજરાત અને રાજસ્થાન રાજ્યની સરહદ પર આવેલી હોવાથી તેનું વ્યૂહાત્મક મહત્વ અનેકગણું વધી જાય છે. આ નવી ચેકપોસ્ટ ગુજરાત-રાજસ્થાન સરહદ પર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં, તેમજ કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે દાણચોરી, ગેરકાયદેસર પરિવહન વગેરે પર અંકુશ લાવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
📲Get App