🔥 TRENDING महिला पत्रकारों पर हमले का मामला: सुप्... અમદાવાદ: ગીતામંદિર ST સ્ટેશન માર્કેટમા... कलेक्टर शहडोल शिकायत के बाद आज दिनांक... വട്ടപ്പാറയിൽ അപകടം: ദമ്പതികൾ മരിച്ചു. આગ્રાઉમાં ગરબા રમતા યુવકો પર હુમલો: ચહ... માંડવી હાઇસ્કુલમાં સનાતન હિન્દુ શક્તિ...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લીમડા ચોક નવરાત્રીમાં કાત્યાયની માતાજી નોરતે ભુદેવો દ્વારા સમુહ આરતી કરવામાં આવી

✍️ Reporter: Joshi Jayaprakashbhai 🗓 17 Oct 2026, 11:24 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
**લીમડા ચોક નવરાત્રિમાં કાત્યાયની માતાજીના નોરતે ભૂદેવોએ પીતામ્બર ધારણ કરી માતાજીની આરતીનો લ્હાવો લીધો**

અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે લીમડા ચોકમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન આજે કાત્યાયની માતાજીના નોરતે ભક્તિ અને શ્રદ્ધાભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

આજની સાંજની આરતીમાં ભૂદેવોએ પીતામ્બર ધારણ કરીને માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો. માતાજીના જયઘોષ અને ભક્તિમય માહોલ વચ્ચે ઉપસ્થિત ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવરાત્રિના પાવન પર્વે લીમડા ચોક ખાતે ધાર્મિક આસ્થા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

આજની સાંજની આરતીના યજમાન તરીકે દિનેશચંદ્ર કમળાશંકર ઉપાધ્યાય પરિવાર રહ્યો હતો. તથા વિજયભાઈ પંડ્યા, કૃષ્ણજીવનભાઈ ઉપાધ્યાય, ઘનશ્યામભાઈ ઉપાધ્યાય, વિશાલભાઈ ગોર શુરપાલસિંહ રાણા,દત્તેશભાઈ કોઠારી એ પણ આરતીનો લાભ લીધો યજમાન પરિવાર તથા ગ્રામજનો દ્વારા માતાજીની આરતીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટર

જયપ્રકાશ જોષી
માલપુર
📲Get App