Crime
પોરબંદર સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: કુતિયાણા કોર્ટની સજા રદ, નિર્દોષ જાહેર
પોરબંદર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે કુતિયાણા પોલીસ સ્ટેશનના એક ચર્ચિત કેસમાં નીચલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાને રદ કરી દીધી છે. કોર્ટે તમામ અપીલકર્તાઓને નિર્દોષ જાહેર કર્યા છે અને એક આરોપીને પ્રોબેશનનો લાભ આપ્યો છે.
કુતિયાણાના ચર્ચિત કેસમાં પોરબંદર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ & સેશન્સ કોર્ટનો ન્યાયી આદેશ,કુતિયાણા કોર્ટની સજા રદ
પોરબંદરના મ્હે.પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબની અદાલતે ફોજદારી અપીલ નંબર ૧૧૮/૨૦૨૫માં એક અત્યંત મહત્વપૂર્ણ અને કાયદાના સ્થાપિત સિદ્ધાંતોને ઉજાગર કરતો આખરી ચુકાદો જાહેર કર્યો છે.કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં નીચલી કોર્ટે ફટકારેલી ૬ માસની જેલની સજા સામેની અપીલમાં મમ્હે.પ્રિન્સિપાલ ડિસ્ટિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબની અદાલતે બચાવ પક્ષની ધારદાર દલીલો અને કાયદાકીય રજૂઆતો માન્ય રાખીને તમામ અપીલકર્તાઓ સામેનો નીચલી કોર્ટનો સજાનો આદેશ સંપૂર્ણપણે રદ કર્યો છે.
1.કુતિયાણા તાલુકાના મહીયારી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન રાજકીય વૈરઝેર ઊભું થયું હતું. ૧૯ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ મોડી રાત્રે અઢી વાગ્યે ગામના ચોકમાં ફરિયાદીની ઓફિસ સામે બોલાચાલી થઈ હતી.ત્યાર બાદ ઘટનાના અઢી કલાક મોડી ભરત વજશી પરમાર દ્વારા કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુરનં. ૧૧૨૧૮૦૦૪૨૧૦૫૧૩/૨૦૨૧ (IPC કલમ ૩૨૩, ૫૦૪, ૧૧૪ અને જી.પી. એક્ટ કલમ ૧૩૫) મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
2.મૂળ કેસ નંબર ૧૪૧/૨૦૨૨માં નીચલી કોર્ટે (જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ, કુતિયાણા) તમામ આરોપીઓને ૬-૬ માસની સાદી કેદની સજા ફટકારી હતી.આ આદેશ સામે અપીલકર્તાઓ દ્વારા પોરબંદરની મ્હે.પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની અદાલતમાં અપીલ દાખલ કરવામાં આવી હતી.
3.કેસના રેકોર્ડ પર ફરિયાદીને ઈજા થયાનું કાયદેસરનું ઈજા પ્રમાણપત્ર (MLC) સાબિત થયેલ નહોતું તેમજ સારવાર કરનાર કોઈ ડૉક્ટર અદાલતમાં તપાસાયા ન હતા.ડૉક્ટરની અદાલતમાં ગેરહાજરીના કારણે આરોપીઓનો ઉલટતપાસ કરવાનો મૂળભૂત કાયદાકીય અધિકાર છીનવાયો હોવાનું અદાલત સમક્ષ સાબિત થયું હતું.
4.બચાવ પક્ષ દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટના રામ નારાયણ સિંઘ (૧૯૭૫) અને સોમનાથ ભારતી (૨૦૨૧) ના જાણીતા ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા.જેના આધારે સ્થાપિત થયું કે તબીબી પુરાવા કે ડૉક્ટરની જુબાની વગર માત્ર મૌખિક વાત કે જુબાનીથી કોઈને દોષિત ઠેરવી શકાય નહીં.
5.ઘટના સ્થળે સીસીટીવી કેમેરા હોવા છતાં તપાસ કરનાર અધિકારી દ્વારા તેનો પુરાવો એકત્ર કરવામાં આવ્યો ન હતો.આ ઉપરાંત ફરિયાદ નોંધાવવામાં થયેલો અઢી કલાકનો વિલંબ અને પંચ સાક્ષીઓનું ફરી જવું સમગ્ર કેસને શંકાસ્પદ બનાવે છે અને પ્રોસિક્યુશન પક્ષ કાયદાકીય રીતે કેસ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે.
6.હથિયાર બંધીના જાહેરનામાની કાયદેસર પ્રસિદ્ધિ અંગે પોલીસે કોઈ સાબિતી આપી ન હોવાથી જી.પી.એક્ટ કલમ ૧૩૫ નો ગુનો નિષ્ફળ ઠરાયો છે.તેમજ આરોપીઓ વચ્ચે કલમ ૧૧૪ મુજબ મદદગારીનો કોઈ સમાન ઈરાદો પુરવાર થતો ન હોવાનું પણ અદાલતે ઠરાવ્યું છે.
7.પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે કાયદાકીય જોગવાઈઓને ધ્યાને લઈ નીચલી કોર્ટનો સજાનો હુકમ રદ કર્યો છે.જેમાં પોરબંદર જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ કેશુ એભા પરમાર, ભરત મ્યાંજર ગરેજા અને મુકેશ સામત પરમાર સામેનો ગુનો સાબિત ન થતાં,કોર્ટે તમામ અપીલકર્તાઓને સંપૂર્ણ નિર્દોષ (Acquitted) જાહેર કર્યા છે.જયારે મેણંદ વિરમ પરમાર સામે સામાન્ય આરોપ રાખીને પણ અદાલતે CrPC કલમ ૩૬૦ મુજબ પ્રોબેશન (Probation of Good Conduct) નો લાભ આપી જેલમાં મોકલવાને બદલે મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
આ કેસમાં બચાવ પક્ષે અપીલકર્તાઓ/આરોપીઓ તરફે પોરબંદરના વકીલો હર્ષ કે.લાખાણી, ગગન.એલ.થાપલીયા અને દિપ્તી.એન.ચોટાઈ રોકાયેલા હતા.બચાવ પક્ષના વકીલોની ટીમે મુખ્ય ભૂમિકા ભજવી,નામદાર સર્વોચ્ચ અદાલત તથા વડી અદાલતના પ્રસ્થાપિત લેન્ડમાર્ક ચુકાદાઓ રજૂ કરી,અત્યંત ધારદાર કાનૂની દલીલો અને કાયદાકીય દાવપેચથી કેસની ગંભીર ક્ષતિઓ ઉજાગર કરી હતી.આ સચોટ અને અસરકારક રજૂઆતોના પરિણામે કુતિયાણા કોર્ટના સજાના હુકમને ઉથલાવીને અપીલકર્તાઓને સંપૂર્ણ ન્યાય અપાવવામાં ભવ્ય સફળતા પ્રાપ્ત કરી હતી.