🔥 ट्रेंडिंग મોરિયા હાઈવે પર રિક્ષા-ઈકો કાર વચ્ચે ભ... सुल्तानपुर में दुर्गा पूजा पंडाल में अ... गौशाला में गाय की मौत, प्रबंधन पर उठे... नवगछिया में लोजपा (रामविलास) के नेताओं... हनुमानगढ़: 132 KV GSS में शटडाउन के का... राज सिंह नवीन: खामोशी से गेंदबाजी, प्र...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મહુવા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા વકીલને 'દલાલ' કહેવાતાં બાર એસોસિએશનમાં રોષ, ઉગ્ર રજૂઆત

✍️ रिपोर्टर: Naqvi Mehdi Hasan 🗓 17 अक्टू. 2026, 06:48 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એક વકીલને 'દલાલ/વચેટીયા' કહ્યા બાદ મહુવા બાર એસોસિએશનમાં ભારે રોષ જોવા મળ્યો છે. વકીલોએ નગરપાલિકા કચેરી ખાતે એકત્ર થઈ ચીફ ઓફિસર સામે ઉગ્ર રજૂઆત કરી માફીની માંગ કરી છે.

મહુવા નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર દ્વારા એક વકીલ અંગે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીને કારણે મોટો વિવાદ સર્જાયો છે. ચીફ ઓફિસરે કામકાજ અર્થે આવેલા વકીલને 'દલાલ/વચેટીયા' તરીકે સંબોધતાં મહુવા વકીલ મંડળ (બાર એસોસિએશન)માં તીવ્ર રોષની લાગણી ફેલાઈ છે અને આ મામલો ગરમાયો છે.

મળતી માહિતી અનુસાર, મહુવા નગરપાલિકા ખાતે કામકાજ અર્થે પહોંચેલા એક એડવોકેટ સાથે વાતચીત દરમિયાન ચીફ ઓફિસરે સંયમ ગુમાવી વકીલને અપમાનિત કર્યા હતા. આ બનાવની જાણ મહુવા બાર એસોસિએશનને થતાં વકીલોમાં ભારે નારાજગી ફેલાઈ હતી.

ન્યાય વ્યવસ્થા સાથે જોડાયેલા સન્માનનીય વકીલ વ્યવસાય માટે આવા શબ્દોના પ્રયોગથી રોષે ભરાયેલા મહુવા બાર એસોસિએશનના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં વકીલો નગરપાલિકા કચેરી ખાતે એકઠા થયા હતા. વકીલોએ ચીફ ઓફિસરની ચેમ્બરમાં પહોંચી તેમની આ ગેરવર્તણૂક અને બિનજવાબદાર ભાષા સામે આક્રોશ વ્યક્ત કરી ઉગ્ર રજૂઆત કરી હતી.

બાર એસોસિએશનના સભ્યોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કાયદાકીય ક્ષેત્રે સેવા આપતા એડવોકેટ માટે આવા અપમાનજનક શબ્દો સહન કરવામાં નહીં આવે. વકીલ મંડળે ચીફ ઓફિસર સમક્ષ આ પ્રકારના નિવેદન બાબતે તાત્કાલિક માફી માંગવાની માંગ કરી છે. જો યોગ્ય ખુલાસો કે માફી માંગવામાં નહીં આવે, તો આ મુદ્દે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
📲Get App