🔥 ट्रेंडिंग जैतपुर खींची के काल्याराक्डा ढाणी में... जंबूसर: नहार-नेजा मार्ग की मरम्मत शुरू... भैरुच के रासायनिक यूनिट में विस्फोट, 5... गोपालगंज की शिक्षिका पुष्पा प्रसाद को... NH-30 पर ट्रक‑पिकअप टक्कर में दो ड्राइ... पूर्व लोकसभा अध्यक्ष सुमित्रा महाजन ने...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહીસાગર જિલ્લાની શાળાઓમાં નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી: વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

✍️ रिपोर्टर: Burhaan Sibhai 🗓 17 अक्टू. 2026, 01:08 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાની વિવિધ ગ્રાન્ટેડ, સરકારી તેમજ સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પાવન આસો નવરાત્રિ પર્વ નિમિત્તે ‘નવરાત્રિ મહોત્સવ’ અને ‘શાળા રાસોત્સવ’નું ભવ્ય તેમજ ઉત્સાહપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી પરિચિત થાય તેવા શુભ આશય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
​મા અંબાની આરતી અને પૂજન સાથે પ્રારંભ
દિવસની શરૂઆતમાં શાળા પરિસરમાં મા આદ્યશક્તિ અંબાની સ્થાપના કરી વિધિવત પૂજા-અર્ચના અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ આરતી કરી કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરાયો હતો. આરતી બાદ ઢોલના ધબકારે અને પરંપરાગત ગરબાઓના સૂર સાથે રાસોત્સવ શરૂ થયો હતો.
​ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા
નવરાત્રિ પર્વની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પણ રંગબેરંગી ચણિયાચોળી, કેડિયા, કુરતા અને પરંપરાગત પાઘડી જેવા ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ત્રણ તાળી, બે તાળી, હીંચ અને દાંડિયારાસની વિવિધ શૈલીમાં ઉત્સાહભેર ગરબા રમી સમગ્ર વાતાવરણને ભક્તિમય અને ઉત્સવમય બનાવી દીધું હતું.
📲Get App