🔥 TRENDING लोणीत वाचन प्रेरणा दिन उत्साहात; ग्रंथ... ઉમરપાડા જંગલમાંથી ખેરના વૃક્ષો કાપતી 8... कटिहार के आजमनगर में दुर्गा पूजा की धू... ખેરાલુના મલેકપુર મહાદેવપુરામાં પરંપરાગ... IAS Officer Faces Inquiry After Using... Two Arrested Over Viral Tourist Disput...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત: હાઈકોર્ટે વકીલ મેહુલ બોઘરા સામે નોંધાયેલી ફરિયાદ રદ્દ કરી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 17 Oct 2026, 08:20 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વકીલ અને સામાજિક કાર્યકર મેહુલ બોઘરા સામે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દ્વારા નોંધાયેલી ફરિયાદને ગુજરાત હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી રદ્દ કરી છે. આ ફરિયાદમાં જાતિવાચક શબ્દો કહી અપમાનિત કરવા અને હપ્તા માંગવાનો આરોપ હતો.

વકીલ અને સામાજિક કાર્યકર મેહુલ બોઘરા સામે વર્ષ 2022માં સરથાણા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદને ગુજરાત હાઈકોર્ટે રદ્દ કરી છે. મેહુલ બોઘરાએ પોતાની સામે નોંધાયેલી ફરિયાદ રદ્દ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી છે.

ફરિયાદી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI)ના જણાવ્યા અનુસાર, 18 ઓગસ્ટ, 2022ના રોજ લસકાણા મેઈન રોડ પર ટ્રાફિક વ્યવસ્થા દરમિયાન મેહુલ બોઘરાએ ASIને આદિજાતિના હોવાથી જાતિવાચક શબ્દો કહી અપમાનિત કર્યા હતા. આ ઉપરાંત, મેહુલ બોઘરાએ ટ્રાફિક બ્રિગેડ સુપરવાઈઝર પાસેથી વીડિયો વાયરલ ન કરવાની ધમકી આપી મહિને 30 હજાર રૂપિયા હપ્તા પેટે માંગ્યા હોવાનો ગંભીર આરોપ પણ ફરિયાદમાં મૂકવામાં આવ્યો હતો.

ફરિયાદમાં વધુમાં જણાવાયું હતું કે, મેહુલ બોઘરાએ TRB જવાન સાથે ઝપાઝપી કરી, તેમના શર્ટનું ખિસ્સું ફાડી નાખ્યું હતું અને શોલ્ડર બેજ તથા બટન પણ તોડી નાખ્યા હતા. આ કૃત્ય દ્વારા સરકારી ફરજમાં રુકાવટ ઊભી કરવાનો પણ આરોપ હતો.
📲Get App