🔥 ट्रेंडिंग ষষ্ঠীর সন্ধ্যায় নবগ্রামে একাধিক দুর্গ... समस्तीपुर में कंटेनर से 40 लाख की शराब... नगर में बिजली चोरी के खिलाफ विजिलेंस ट... समस्तीपुर में कंटेनर से 40 लाख की शराब... 🚨 BIG BREAKING NEWS | ଗୋପାଳପୁର ମହାବିଦ... बीकानेर नगर निगम में 'ऑपरेशन नीलकंठ' क...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તહેવાર

તહેવાર

✍️ रिपोर्टर: Soni Hemantkumar Vinodlal 🗓 16 अक्टू. 2026, 11:16 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવરાત્રી

બારીયા કોલેજમાં ગરબા મહોત્સવ ની ઉજવણી
વાય.એસ.આર્ટ્સ એન્ડ કે.એસ.શાહ કોમર્સ કોલેજ દેવગઢબારિયા ખાતે તારીખ 16 ઓક્ટોબર 2026 ના રોજ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા ના પ્રતીક્ સમાન ગરબાના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક ચેતના જાગૃત થાય તેમ જ વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા રજુ કરી શકે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ.એમ. એન.ગોહિલ સાહેબની પ્રેરણા થી વિદ્યાર્થી મંડળના ચેરમેન ડૉ. હીરપરા સાહેબ તેમજ ડૉ.અનિતાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગરબા મહોત્સવની શરૂઆત માતાજીની આરતી અને સ્તુતિથી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં પરંપરાગત વેશભૂષામાં હાજર રહી ઉત્સાહપૂર્વક ગરબામાં ભાગ લીધો હતો.સમગ્ર પરિસરમાં આનંદ અને ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું. વિદ્યાર્થીઓનો ઉત્સાહ,શિસ્ત અને સહભાગીતા કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યા હતા.
ગરબા મહોત્સવ ને સફળ બનાવવા માટે ડૉ .સુરેશ સાહેબ, ડૉ.દિગ્નેશભાઈ પંચાસરા તેમજ સુકેતુભાઈ, ડૉ.રમીલાબેન પટેલ ,પુષ્પાબેન ગોઠડીયા ડૉ.પૂજાબેન પટેલ તેમજ કોલેજના સમગ્ર અધ્યાપક મિત્રોએ ખૂબ જ સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સમગ્ર ગરબા મહોત્સવ આનંદમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા સહયોગ આપનાર તમામ અધ્યાપક મિત્રો તથા ઉત્સાહપૂર્વક ભાગ લેનાર વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
📲Get App