🔥 TRENDING निगुलसारी में दर्दनाक हादसा: चौपाल के... બહુજન આર્મીના આંદોલન અને અલ્ટીમેટમનો વ... बिहार पुलिस मुख्यालय में प्रोन्नत आईपी... ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર મળેલ ફરિયાદ બહુજન આર્મીના આંદોલન અને અલ્ટીમેટમનો વ... બહુજન આર્મીના આંદોલન અને અલ્ટીમેટમનો વ...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નળ સરોવરમાં બોટમેનની તાલીમ દરમિયાન યુવક ડૂબ્યો
૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો

નળ સરોવરમાં બોટમેનની તાલીમ દરમિયાન યુવક ડૂબ્યો ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો

✍️ Reporter: Gilani Asikali 🗓 16 Oct 2026, 07:26 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના અને ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ અને પ્રકૃતિપ્રેમીઓના આકર્ષણનું કેન્દ્ર એવા નળ સરોવર પક્ષી અભયારણ્યને ૯ ઓક્ટોબરથી સત્તાવાર રીતે પ્રવાસીઓ માટે ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે નળ સરોવરમાં બોટિંગ શરૂ કરવાની તૈયારીઓના ભાગરૂપે બોટમેન અને તરવૈયાઓને તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ દરમિયાન એક યુવક પાણીમાં ડૂબવા લાગતાં અફરાતફરી મચી ગઈ હતી.મળતી માહિતી મુજબ, બોટમેનની તાલીમ દરમિયાન ૨૧ વર્ષીય મુબારક પરમાણી અચાનક પાણીમાં ડૂબવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ તાત્કાલિક યુવકને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કરી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમયસર સારવાર મળતાં હાલ યુવકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બોટમેનની પરીક્ષા દરમિયાન ઉમેદવારને ત્રણ મિનિટમાં ૫૦ મીટરનું અંતર કાપીને પરત આવવાનું હોય છે. આ પરીક્ષાની તાલીમ દરમિયાન જ યુવક પાણીમાં ડૂબ્યો હોવાની માહિતી સામે આવી છે. જોકે, યુવક તરતી વખતે કયા કારણોસર ડૂબવા લાગ્યો હતો તે અંગેની હકીકત તપાસનો વિષય છે.
હરણી બોટ દુર્ઘટના બાદ બોટિંગ ફરી શરૂ કરવાની તૈયારી
વડોદરાના હરણી તળાવમાં બનેલી કરુણ બોટ દુર્ઘટના બાદ નળ સરોવરમાં બોટિંગની પ્રવૃત્તિ બંધ કરવામાં આવી હતી. હવે સરકારના નિયમો અને મંજૂરીની પ્રક્રિયા હેઠળ બોટિંગ ફરી શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે બોટમેન અને સંબંધિત લોકોને તાલીમ આપવામાં આવી રહી છે, જેથી આગામી પ્રવાસન સીઝનમાં પ્રવાસીઓ અને પક્ષીપ્રેમીઓ સુરક્ષિત રીતે નળ સરોવરની મુલાકાત લઈ શકે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App