🔥 TRENDING समस्तीपुर में सड़क सुरक्षा के लिए विशे... गंगापुर सिटी में सुरक्षा व्यवस्था को ल... मुख्यमंत्री योगी आदित्यनाथ का बस्ती दौ... મહીસાગરમાં શ્રમિકો માટે માત્ર 5 રૂપિયા... दुर्गा पूजा: दरभंगा में सुरक्षा व्यवस्... Ramayana Film Releases English Trailer...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બહુજન આર્મીના આંદોલન અને અલ્ટીમેટમનો વિજયઃ ઇફકો પ્રશાસન અને પેરાગિન સિક્યુરિટીએ તમામ માંગણીઓ સ્વીકારી, ૧૭ તારીખના ધરણાં કાર્યક્રમ સ્થગિત
National

બહુજન આર્મીના આંદોલન અને અલ્ટીમેટમનો વિજયઃ ઇફકો પ્રશાસન અને પેરાગિન સિક્યુરિટીએ તમામ માંગણીઓ સ્વીકારી, ૧૭ તારીખના ધરણાં કાર્યક્રમ સ્થગિત

✍️ Reporter: Haresh Maheshwari 🗓 16 Oct 2026, 08:38 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બહુજન આર્મીના આંદોલન અને અલ્ટીમેટમનો વિજયઃ ઇફકો પ્રશાસન અને પેરાગિન સિક્યુરિટીએ તમામ માંગણીઓ સ્વીકારી, ૧૭ તારીખના ધરણાં કાર્યક્રમ સ્થગિત

ગાંધીધામ ખાતે ઇફકો (IFFCO) મધ્યે પેરાગિન / સમર્થ પેરાગિન સિક્યુરિટી સંબંધિત પ્રશ્નો અને શ્રમિકોના હિતોને લઈને બહુજન આર્મી દ્વારા આગામી તારીખ ૧૭ (શનિવાર) ના રોજ વિરોધ પ્રદર્શન અને ધરણાં કરવાનો મક્કમ નિર્ણય લઈને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.

આ મુદ્દે આજે બહુજન આર્મી, ઇફકો પ્રશાસન અને પેરાગિન સિક્યુરિટીના જવાબદાર અધિકારીઓ વચ્ચે લગભગ ૫ કલાક સુધી સતત ગહન મીટિંગ અને ચર્ચા-વિચારણા ચાલી હતી. અંતે બહુજન આર્મીની લડતનો વિજય થયો છે અને પ્રશાસન દ્વારા તમામ માંગણીઓ સંપૂર્ણપણે સ્વીકારી લેવાતાં આ સમગ્ર વિવાદનો સુખદ અંત આવ્યો છે.
📲Get App