🔥 TRENDING Three Killed in Late‑Night Mini Cooper... Central Govt Unveils ₹3,350-Crore Pack... Aadesh Chaudhary Reflects on Self-Doub... YouTube Highlights Top 7 Recent Telugu... Romeo Beckham Debuts as Actor in Gay T... Heatwave Strikes Ratnagiri as Maharash...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદમાં ખોડલધામ ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 16 Oct 2026, 08:20 AM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડલધામ દ્વારા આયોજિત ભવ્ય ગરબા મહોત્સવમાં પાંચમા નોરતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિતિ આપી હતી અને માં આદ્યશક્તિની આરાધના કરી હતી.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડલધામ દ્વારા આયોજિત ભવ્ય ગરબા મહોત્સવમાં પાંચમા નોરતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ ઉપસ્થિતિ દર્શાવી હતી. તેમણે માં આદ્યશક્તિની આરાધના કરી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ ગરિમાપૂર્ણ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ અને અમદાવાદ મેયર હિતેશભાઈ બારોટ સહિતના અગ્રણી પદાધિકારીઓ અને નેતાઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નિકોલ ખાતે યોજાયેલા આ ખોડલધામ ગરબા મહોત્સવમાં પાંચમા નોરતે હજારોની સંખ્યામાં ખેલૈયાઓએ પારંપરિક પરિધાનમાં ઢોલના તાલે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ સમગ્ર આયોજનની સુંદર વ્યવસ્થા અને ઉત્સવના ઉલ્લાસભર્યા વાતાવરણની મુક્તમને પ્રશંસા કરી હતી.
📲Get App