🔥 TRENDING India and West Indies T20 series level... वाराणसी: रोहनियां पुलिस ने 5.1 किलो चा... સુરતમાં શ્રી માધવ ગૌશાળા દ્વારા ઉધના વ... ਪੰਜਾਬ ਬੰਦ ਦੇ ਮੁੱਦੇ 'ਤੇ ਵਿਅਕਤੀ ਵੱਲੋਂ ਦੂ... શંખેશ્વર તાલુકા ના તારાનગર પ્રાથમિક શા... वाराणसी: रोहनियां पुलिस ने 5.1 किलो चा...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સામખિયાળી પોલીસે રૂ. ૫.૦૫ લાખથી વધુનો દારૂ ઝડપ્યો, કારચાલક ફરાર
Crime

સામખિયાળી પોલીસે રૂ. ૫.૦૫ લાખથી વધુનો દારૂ ઝડપ્યો, કારચાલક ફરાર

✍️ Reporter: Rameshbhai Ven 🗓 16 Oct 2026, 09:43 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માળીયા-સામખિયાળી નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન સામખિયાળી પોલીસે એક શંકાસ્પદ કારનો પીછો કરી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કારમાંથી મોટી માત્રામાં અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

સામખિયાળી પોલીસ દ્વારા ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે. માળીયા-સામખિયાળી નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ સફેદ રંગની ક્રેટા કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કારચાલકે ગાડી રોક્યા વગર ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે પીછો કરતાં કારચાલક શ્રી કૃષ્ણ ગૌશાળાની દિવાલ પાસે કાર મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી ગ્રીન લેબલ અને ૮પીએમ બ્રાન્ડની કુલ ૩,૭૪૪ બોટલ ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ૫,૦૫,૪૪૦ રૂપિયા થાય છે.

પોલીસે દારૂના જથ્થા સહિત ક્રેટા કાર મળી કુલ ૧૫,૦૫,૪૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારની સૂચના અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ સામખિયાળી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ.ઝાલા અને તેમની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી.

આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર કારચાલક તથા તપાસમાં બહાર આવે તેવા અન્ય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App