🔥 TRENDING Tripura Fisheries to Sell 10,117 kg Fi... Himachal Apple Crop Suffers as Delayed... Madhya Pradesh CM Mohan Yadav Declares... ઇડર પોલીસે સજા વોરન્ટમાં નાસતા ફરતા આર... વડોદરા કોર્ટમાં હાઈવોલ્ટેજ ડ્રામા: જજન... नव जीवन फाउंडेशन ने नशा मुक्ति अभियान...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અસલી સોરઠી સંસ્કૃતિ:અમરેલીના વડેરાગામ નો પૌરાણિક 'હાથતાળો રાસ'

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 17 Oct 2026, 12:27 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અસલી સોરઠી સંસ્કૃતિ:અમરેલીના વડેરાગામ નો પૌરાણિક 'હાથતાળો રાસ'

આજની ડીજે કલ્ચરની ભીડમાં, જો સાચી નવરાત્રી અને સંસ્કૃતિના દર્શન કરવા હોય તો ગામડાના પાદરે જવું પડે! અમરેલી જિલ્લાના વડેરા ગામની પવિત્ર ધરતી પર રમાતો 'હાથતાળો રાસ' એ આપણી સનાતની અને પૌરાણિક સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે.

ઢોલના તાલે, તાલબદ્ધ પગલાં અને એકબીજાના હાથ મિલાવીને (હાથતાળો) રમાતો આ રાસ કોઈ સામાન્ય રમત નથી, પણ પેઢીઓથી ચાલી આવતી આપણી શુદ્ધ લોકવિરાસત છે. જ્યાં કોઈ મોંઘા સ્ટેજ કે આર્ટિફિશિયલ લાઈટ્સ નથી, પણ મા અંબાની ભક્તિ અને ગામના યુવાનોનો અસલી ઉત્સાહ છે!

આપણી સંસ્કૃતિ અને લોકસાહિત્યની આ અણમોલ ધરોહરને સદા જીવંત રાખનાર વડેરા ગામના સૌ ભાઈઓ અને વડીલોને હાર્દિક વંદન
📲Get App