धर्म
અંબાજી મંદિરમાં નવરાત્રિના છઠ્ઠા દિવસે ભક્તોની ભારે ભીડ, મંગળા આરતીમાં હજારો લોકો જોડાયા
यहाँ देखें:
▶️ YouTube
આસો નવરાત્રીના છઠ્ઠા દિવસે શક્તિપીઠ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન માટે ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો.
આસો નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાજીના દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર ભક્તિમય માહોલથી છવાઈ ગયું હતું.
આજે સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીનાં દર્શનનો લાભ લીધો હતો. નવરાત્રિ દરમિયાન બીજા નોરતાથી લઈને આઠમ સુધી દરરોજ સવારે બે મંગળા આરતીનું આયોજન કરવામાં આવે છે. આ બંને આરતીઓમાંથી એક આરતી ગર્ભગૃહમાં અને બીજી ઘટસ્થાપના પાસે કરવામાં આવે છે. ભટ્ટજી મહારાજ દ્વારા વિધિવત રીતે માતાજીની આરતી કરવામાં આવે છે.
રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવેલું અંબાજી મંદિર હાલ ભક્તિ અને આસ્થાના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે. નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે અને માતાજીના આશીર્વાદ મેળવી રહ્યા છે.