🔥 TRENDING Students from Ludhiana’s Guru Nanak Pu... BJP's Tiranga March Starts from North... Madhya Pradesh OBC quota leaders meet... Mandsaur: ₹1.29 crore seized from hidd... Tech Mahindra shares surge over 8% on... साटेगावमध्ये वीज जोडणी पूर्ण, ग्रामस्थ...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નખત્રાણાના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે નવા આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ
Health

નખત્રાણાના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે નવા આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ

✍️ Reporter: Rameshbhai Ven 🗓 16 Oct 2026, 01:24 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) ખાતે નવા આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કેન્દ્રના કારણે ગ્રામજનોને ઘરઆંગણે જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળશે.

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) ગામના નાગરિકોને સ્થાનિકકક્ષાએ જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે આશયથી નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. સુખપર (રોહા) ખાતે આ કેન્દ્ર કાર્યરત થવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ મળશે.

આ કેન્દ્ર મારફતે દર્દીઓની પ્રાથમિક તપાસ, માતા અને બાળકલ્યાણલક્ષી સેવાઓ, રસીકરણ, તેમજ બિનચેપી રોગોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, આરોગ્ય શિક્ષણ અને રોગ નિવારણ માટે જાગૃતિ લાવવાના પ્રયાસો પણ હાથ ધરાશે. સમયસર રોગનું નિદાન અને યોગ્ય માર્ગદર્શન મળવાથી ગ્રામીણ નાગરિકોના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થશે.

આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી મંજુલાબેન મૂળજી ચાવડા, સામાજિક અગ્રણીશ્રી મોહનભાઈ ચાવડા, નખત્રાણા નગરપાલિકાના પ્રમુખશ્રી વસંતભાઈ વાઘેલા, નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખશ્રી ધર્મેશભાઈ પટેલ, નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભારતીબેન નીતિનગીરી ગૌસ્વામી, તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી જશોદાબેન બળીયા તેમજ સુખપર (રોહા) જૂથ ગ્રામ પંચાયતના સરપંચશ્રી વિક્રમભાઈ ગરવા સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત, આરોગ્ય વિભાગ વતી તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એ. કે. પ્રસાદ, સાયરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી ડૉ. સાવંત રાઠોડ, તાલુકાના આરોગ્ય સુપરવાઈઝરશ્રીઓ અને સુખપર (રોહા) ખાતે ફરજ બજાવતા એમ.પી.એચ.ડબલ્યુ. શ્રી જયદીપસિંહ રાઠોડ, સી.એચ.ઓ. શ્રીમતી ઋતુબેન પરમાર તથા એફ.એચ.ડબલ્યુ. શ્રીમતી ઉષાબેન સોલંકી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની આરોગ્ય સેવાઓ વધુ સુલભ બને અને નાગરિકોને સમયસર સારવાર મળી રહે તે દિશામાં આ નવું આયુષ્માન આરોગ્ય મંદિર મહત્વની ભૂમિકા ભજવશે તેમ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત કચેરી કચ્છ દ્વારા જણાવાયું છે.
📲Get App