🔥 TRENDING हजारीबाग: सीआईएसएफ ने 99 टन अवैध कोयला... Delhi Police Detain Abhijit Dipke and... સુરતમાં AI દ્વારા બનાવેલા ફોટોઝનો ક્રે... वीरपुर में पूर्व रेल मंत्री ललित नाराय... નવસારી: મીંઢોળા નદી પાસે વાહન પુલ પર મ... सांसद निधि योजना के अंतर्गत टेढ़ी बाजा...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે રણકાર નવરાત્રીનો ગૌરવપૂર્ણ શુભારંભ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 16 Oct 2026, 04:31 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે રણકાર નવરાત્રીનો ઉત્સાહભેર પ્રારંભ થયો. આ આયોજન પોલીસ પરિવારમાં એકતા અને સંસ્કૃતિની ભાવનાને મજબૂત બનાવે છે.

હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) તથા અન્ય પોલીસ અધિકારીઓની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં રણકાર નવરાત્રીનો ઉત્સાહભેર શુભારંભ કરવામાં આવ્યો.

આ પ્રસંગે માતાજીની આરાધના, ગરબાના તાલ અને ઉત્સવના ઉમંગ સાથે પોલીસ પરિવાર એકતાના રંગે રંગાયો હતો. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ પરિવાર વચ્ચે સૌહાર્દ, સંસ્કૃતિ અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે.

"ફરજની સાથે પરિવારનો સંગાથ, ભક્તિના રંગે નવરાત્રીની ઉજવણી ખાસ!" - આ સૂત્ર સાથે આ નવરાત્રી મહોત્સવ પોલીસકર્મીઓ અને તેમના પરિવારો માટે આનંદ અને ઉત્સાહનો માહોલ લઈને આવ્યો છે.
📲Get App