🔥 TRENDING ਮਨੁੱਖੀ ਜੀਵਨ ਦਾ ਸੱਚ: ਨਾ ਕੁਝ ਨਾਲ ਲਿਆਉਣਾ,... पंचायत चुनाव के मद्देनजर बीएलओ की बैठक... અનઅધિકૃત સસ્તા અનાજ નો જથ્થો ભરેલ બોલે... मालपुरा तहसील के गांवों में दस साल से... नायगावमध्ये उन्हाचा तडाखा वाढला, नागरि... Investors pour Rs 40,000 crore into Ha...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જાળીયા ગામની ૩૩ મહિલા ખેડૂતોએ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અમરેલીની મુલાકાત લીધી

જાળીયા ગામની ૩૩ મહિલા ખેડૂતોએ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અમરેલીની મુલાકાત લીધી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 16 Oct 2026, 10:40 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જાળીયા ગામની ૩૩ મહિલા ખેડૂતોએ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અમરેલીની મુલાકાત લીધી

ત્રિદિવસીય કૃષિ તાલીમ કાર્યક્રમ અંતર્ગત મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અને બાયો ઇનપુટ નિર્માણ અંગે માર્ગદર્શન અપાયું

અમરેલી, તા. ૧૫ ઓક્ટોબર
જાળીયા ગામની ૩૩ મહિલા ખેડૂતોએ ત્રિદિવસીય કૃષિ તાલીમ કાર્યક્રમ અંતર્ગત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, અમરેલીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાયાના સિદ્ધાંતો, પાક સંરક્ષણની પદ્ધતિઓ, મિશ્ર પાક પદ્ધતિ અને જૈવિક ઇનપુટ તૈયાર કરવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન અને કોલેજના આચાર્ય ડૉ. સ્વપ્નિલ દેશમુખના નેતૃત્વ હેઠળ વિકસાવવામાં આવેલા પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મહિલા ખેડૂતોએ મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન કોલેજના વિષય નિષ્ણાતોએ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાયાના સિદ્ધાંતો, પાક સંરક્ષણની વિવિધ પદ્ધતિઓ તથા ઋતુ અનુસાર મિશ્ર પાકની ખેતી અંગે વિસ્તૃત સમજ આપી હતી. પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓને પ્રત્યક્ષ નિહાળીને તેના વ્યવહારુ પાસાંઓ વિશે જાણકારી મેળવવાની તક મહિલા ખેડૂતોને મળી હતી.

આ ઉપરાંત, મહિલા ખેડૂતોએ કોલેજના ફાર્મ ખાતે વિકસાવવામાં આવેલા પ્રાકૃતિક કૃષિના પંચસ્તરીય મોડેલ, આરોગ્ય વન તથા બાયો ઇનપુટ પ્રયોગશાળાની મુલાકાત લીધી હતી. બાયો ઇનપુટ પ્રયોગશાળામાં પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી વિવિધ ઇનપુટ તૈયાર કરવાની પ્રક્રિયા અંગે પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી હતી. કોલેજ કેમ્પસની મુલાકાત દરમિયાન પ્રાકૃતિક કૃષિને લગતા અભ્યાસક્રમો અંગે પણ મહિલા ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

આ મુલાકાતથી મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, તેના વ્યવહારુ અમલીકરણ અને પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિઓ અંગે ઉપયોગી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. આવી તાલીમ અને પ્રત્યક્ષ મુલાકાતો દ્વારા ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ વધારવા તથા કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને વેગ મળે છે.
📲Get App