🔥 TRENDING રાછવા ગામનો યુવક ગુમ: માહિતી માટે વિનં... Orijinal Nets Rs 58 Lakh Worldwide on... Premada Oorali Continues Strong Box Of... Massive Arms Haul Found in Manipur Security Forces Seize Arms, Ammunition... Manipur: 17 Arrested for Impersonating...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કામગીરી

✍️ Reporter: Anil Vaghela 🗓 17 Oct 2026, 12:16 AM 👁 40
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCB દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા પકડવામાં આવેલા આરોપીની ઓળખ રામસિંગ ઉર્ફે રામુ અજણાર તરીકે થઈ છે. તે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના રાતમાલિયા ગામનો રહેવાસી હોવાનું પોલીસના પોસ્ટરમાં જણાવાયું છે.
આ આરોપીને ઝડપી પાડવા માટે અમરેલી એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓએ કામગીરી કરી હતી. પોસ્ટરમાં દર્શાવ્યા મુજબ, આ કામગીરીમાં ASI યુવરાજસિંહ રાઠોડ, ASI જિતેશભાઈ અમરેલીયા, ASI ઘનશ્યામભાઈ મકવાણા, HC દશરથસિંહ સરવૈયા, HC આદિત્યભાઈ બાબરિયા, HC તુષારભાઈ પાંચાણી અને ASI હરેશસિંહ પરમાર જોડાયા હતા.
અમરેલી જિલ્લા પોલીસ
📲Get App