Local
જૂનાગઢમાં માત્ર રૂ. ૫માં શ્રમિકોને મળશે પૌષ્ટિક ભોજન, શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ
ગુજરાત સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ જૂનાગઢ શહેરમાં બાંધકામ શ્રમિકો માટે માત્ર રૂ. ૫ના ટોકન દરે પૌષ્ટિક ભોજનની શરૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાના હસ્તે કાળવા ચોક ખાતે ભોજન કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું.
જૂનાગઢ : ગુજરાત સરકારની મહત્વકાંક્ષી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ જૂનાગઢ શહેરમાં કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને નજીવા દરે પૌષ્ટિક ભોજન મળી રહેશે. શહેરના કાળવા ચોક ખાતે બોમ્બે હોટલ પાસે શરૂ થયેલા આ ભોજન કેન્દ્રનું ઉદ્ઘાટન જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર સવારે ૭થી ૧૧ વાગ્યા દરમિયાન માત્ર રૂ. ૫ના ટોકન દરે ગરમાગરમ ભોજન ઉપલબ્ધ કરાવશે.
આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ૨૮ જિલ્લાઓમાં ૧૦૧ નવા કેન્દ્રો પર શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૭માં શરૂ થયેલી આ યોજના હેઠળ અગાઉ રાજ્યના આશરે ૨૦ જિલ્લાઓમાં ૨૯૩ જેટલાં કેન્દ્રો કાર્યરત હતાં. હવે વધુ ૧૦૧ કેન્દ્રો શરૂ થતાં શ્રમિકોને મોટી રાહત મળશે. આ યોજના હેઠળ શ્રમિકોને રોટલી, શાક, કઠોળ, મરચાં, ભાત અને ગોળ સહિતનું પૌષ્ટિક ભોજન આપવામાં આવશે.
યોજનાનો લાભ લેવા માટે શ્રમિકો પાસે ઈ-નિર્માણ કાર્ડ હોવું જરૂરી છે. જોકે, જૂનાગઢ ખાતે શરૂ થયેલા કેન્દ્રમાં કામચલાઉ વ્યવસ્થાના ભાગરૂપે આગામી ૧૫ દિવસ સુધી આધાર કાર્ડના આધારે પણ ભોજન આપવામાં આવશે. સાથે જ, સ્થળ પર જ ઈ-નિર્માણ કાર્ડ બનાવી આપવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી શ્રમિકો સરળતાથી યોજનાનો લાભ લઈ શકે.
ધારાસભ્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર બાંધકામ શ્રમિકોના આરોગ્યની કાળજી લેવા પણ પ્રતિબદ્ધ છે. જૂનાગઢ જિલ્લામાં સાત ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત છે, જે બાંધકામ સાઇટ પર જઈ શ્રમિકોની આરોગ્ય તપાસ અને જરૂરી સેવાઓ પૂરી પાડે છે. કાર્યક્રમ દરમિયાન બાંધકામ શ્રમિકો માટે આરોગ્ય તપાસની સેવાઓ અને ઈ-નિર્માણ કાર્ડ બનાવવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી.