🔥 TRENDING CtrlS to invest Rs 10,000 crore in 150... Bihar Board to Publish Class 12 2027 E... Bihar STET 2026 Final Admit Card Relea... बिलासपुर के रॉयल पार्क में शक्ति नवरात... Raghav Juyal Starts Shooting for Remo... Dr Sumanth Raman says Vijay's politica...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા: તલોદ પોલીસે ભરણપોષણ કેસમાં સજા પામેલા ફરાર આરોપીને ઝડપી પાડ્યો..
Crime

સાબરકાંઠા: તલોદ પોલીસે ભરણપોષણ કેસમાં સજા પામેલા ફરાર આરોપીને ઝડપી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 16 Oct 2026, 12:50 AM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં, તલોદ પોલીસે ભરણપોષણ કેસમાં ચાર મહિનાની સજા અને દંડની રકમ ભરવામાં નિષ્ફળ ગયેલા અને ફરાર ચાલી રહેલા આરોપી રણજીતસિંહ જવાનસિંહ પરમારને તેના ઘરેથી ઝડપી પાડ્યો છે.આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની સૂચના બાદ કરવામાં આવી હતી..

સાબરકાંઠામાં-:
કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે, પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.આ સૂચનાઓના અનુસંધાને, વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલ હિંમતનગર વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડના નેતૃત્વમાં હરસોલ આઉટ પોસ્ટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.વી.વહોનીયા અને તેમની ટીમે સજા વોરંટના આરોપીઓને શોધી કાઢવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા હતા.ગઈકાલે ૧૫ ઓક્ટોબરના રોજ હરસોલ આઉટ પોસ્ટના કર્મચારીઓ ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા..

તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વનવીરસિંહ કચરસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે આરોપી રણજીતસિંહ જવાનસિંહ પરમાર, જે પડુસણ,તલોદ,સાબરકાંઠાનો રહેવાસી છે,તે તેના ઘરે હાજર છે.આ આરોપીને અરવલ્લી જિલ્લાની બાયડ ફેમિલી કોર્ટ દ્વારા ફોજદારી કાર્યરીતીની કલમ ૧૨૫(૩) હેઠળ ભરણપોષણ કેસમાં ચાર મહિનાની સજા અને વીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો,જે ભરવામાં તે નિષ્ફળ ગયો હતો અને ફરાર હતો.બાતમી મળતાની સાથે જ પોલીસ ટીમ તાત્કાલિક ખાનગી વાહનમાં આરોપીના સરનામે રવાના થઈ હતી.ત્યાં પહોંચીને તપાસ કરતાં એક ઈસમ ઘરે હાજર મળી આવ્યો હતો.પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રણજીતસિંહ જવાનસિંહ પરમાર જણાવ્યું હતું,જે સજા વોરંટનો આરોપી હતો. પોલીસે તેને તાત્કાલિક ધોરણે ઝડપી લીધો હતો અને વધુ કાર્યવાહી માટે ફેમિલી કોર્ટ બાયડ ખાતે મોકલી આપ્યો હતો.આમ ચાર મહિનાથી સજા પામેલા અને ફરાર ચાલી રહેલા સજા વોરંટના આરોપીને પકડવામાં તલોદ પોલીસને સફળતા મળી છે. આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં સી.જી.રાઠોડ પોલીસ ઇન્સપેક્ટર,કે.વી.વહોનીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ભગવતસિંહ અગરસિહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વનવીરસિહ કચરસિહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મયુરધ્વજસિહ કરણસિહ. સમાવેશ થાય છે.
📲Get App