Religion
સુરતમાં બીજા ખોડલધામનું નિર્માણ: અન્નપૂર્ણા ખોડલધામ નામ અપાયું, મુકેશ પટેલ મુખ્ય સ્વપ્નદ્રષ્ટા
સૌરાષ્ટ્રના કાગવડ ખોડલધામ બાદ હવે સુરતમાં બીજા ખોડલધામના નિર્માણની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવા ધાર્મિક સંકુલને 'અન્નપૂર્ણા ખોડલધામ' નામ આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રના કાગવડ સ્થિત ખોડલધામ બાદ હવે સુરતમાં બીજા ખોડલધામના નિર્માણને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓ પર આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન જ સુરતમાં બીજા ખોડલધામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નવા નિર્માણ પામનારા આ ધાર્મિક સંકુલને 'અન્નપૂર્ણા ખોડલધામ' નામ આપવામાં આવ્યું છે.
આ જાહેરાત થતાં જ સુરત સહિત સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભવ્ય પ્રોજેક્ટના મુખ્ય સ્વપ્નદ્રષ્ટા તરીકે અગ્રણી મુકેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેઓ આ સંકુલના નિર્માણની મુખ્ય જવાબદારી સંભાળશે.
મુકેશ પટેલની સાથે પાટીદાર સમાજના જાણીતા અગ્રણી જયંતિ એકલારા પણ આ પ્રોજેક્ટમાં ખભેખભા મિલાવીને જોડાયા છે. આ નિર્ણયથી પાટીદાર સમાજમાં અનેરો આનંદ વ્યાપ્યો છે.