🔥 TRENDING रेलवे भर्ती 2026: स्टेशन मास्टर बनने क... नबीनगर में बाइक दुर्घटना, एक बच्चा घाय... जोगणिया माता के दर्शनों को उमड़ा आस्था... WhatsApp ਯੂਜ਼ਰਸ ਦੀ ਬੱਲੇ-ਬੱਲੇ ! ਹੁਣ ਬਿਨ... Teen Arrested in Illinois for Plotting... भैरू चौक गरबा महोत्सव: पांचवें दिन महि...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જામનગર નજીક રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકી ટ્રેનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ, અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 16 Oct 2026, 11:22 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગર જિલ્લાના લાલપુર નજીક સણોસરી ગામની સીમમાં રેલવે ટ્રેક પર ત્રણ ફૂટ લાંબો લોખંડનો ટુકડો મૂકી ટ્રેનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હતો. આ ઘટનામાં કાનાલુસ–પોરબંદર ટ્રેનના એન્જિન સાથે લોખંડનો ટુકડો અથડાયો હતો.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા નજીક આવેલા સણોસરી ગામની સીમમાં રેલવે ટ્રેક પર અજાણ્યા શખ્સ દ્વારા આશરે ત્રણ ફૂટ લાંબો લોખંડનો ટુકડો મૂકી ટ્રેનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 13 ઓક્ટોબરના રોજ કાનાલુસ–પોરબંદર ટ્રેન નંબર 59205 પસાર થઈ રહી હતી તે દરમિયાન ટ્રેનના એન્જિન સાથે આ લોખંડનો ટુકડો અથડાયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રેનને નુકસાન થયું હોવાની શક્યતા છે.

આ બનાવને પગલે રેલવે તંત્ર અને પોલીસ દોડતા થઈ ગયા હતા. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રેલવે ટ્રેક પર આ લોખંડનો ટુકડો કોણે અને કયા ઇરાદે મૂક્યો હતો તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
📲Get App