स्थानीय
ચીખલી તાલુકાની વિવિધ સરકારી કચેરીઓની જીલ્લા કલેકટર મનિષ ગુરનાની દ્વારા મુલાકાત અને નિરીક્ષણ
જિલ્લા કલેકટર મનિષ ગુરનાની દ્વારા ચીખલી તાલુકાના હરણગામ અને વેલણપુર ગામની મુલાકાત લઈ પ્રાથમિક શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, આરોગ્ય મંદિરો, ગ્રામ પંચાયતો અને સસ્તા અનાજની દુકાનોની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
આજરોજ ચીખલી તાલુકાના હરણગામ અને વેલણપુર ગામની મુલાકાત લઈને વિવિધ સરકારી કચેરીઓ અને સેવા કેન્દ્રોની કામગીરીનું જીલ્લા કલેકટર મનિષ ગુરનાની દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. આ મુલાકાતમાં પ્રાથમિક શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, આયુષ્માન આરોગ્ય મંદિરો, ગ્રામ પંચાયતો અને સરકારી સસ્તા અનાજની દુકાનોનો સમાવેશ થાય છે.
પ્રાથમિક શાળાઓની મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષકોની હાજરી અને શૈક્ષણિક સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના પોષણ, વજન-ઊંચાઈની ચકાસણી અને તેમને આપવામાં આવતા નાસ્તા તથા ભોજનની વ્યવસ્થા અંગે માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આયુષ્માન આરોગ્ય મંદિરોમાં સગર્ભા મહિલાઓ, હાઈ-રિસ્ક કેસો, લેબોરેટરીની સુવિધાઓ અને દર્દીઓને આપવામાં આવતી આરોગ્ય સેવાઓની સમીક્ષા કરવામાં આવી. ગ્રામ પંચાયતોમાં સરકારી ફી, શાળા-આંગણવાડીનાં મકાનોની સ્થિતિ અને અન્ય પાયાની સુવિધાઓ અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી.
સરકારી સસ્તા અનાજની દુકાનોની તપાસ દરમિયાન, અનાજના જથ્થાની ચકાસણી કરવામાં આવી. વિતરણમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને નાગરિકોને ફરિયાદોનો સામનો ન કરવો પડે તે માટે તકેદારી રાખવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.