🔥 TRENDING बड़ौत में खिदमत फाउंडेशन द्वारा तीसरे... ಡಿ.ಎಂ. ಮಕನದಾರ ಅವರಿಗೆ ಅಂತರರಾಷ್ಟ್ರೀಯ ಮಾನ... मुख्य चुनाव आयुक्त के इस्तीफे की मांग:... आज वोट चोरी के खिलाफ कच्छ मे तीसरा आंद... Students from Ludhiana’s Guru Nanak Pu... BJP's Tiranga March Starts from North...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

કંબોઇ નજીક બનાસ નદી પટમાં ગેરકાયદે રેતી ખનન પર મોટી કાર્યવાહી: દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Dabhi sharavansinh 🗓 16 Oct 2026, 12:48 PM 👁 33
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કંબોઇ નજીક બનાસ નદીના પટમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે દોઢ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

કંબોઇ વિસ્તારમાં બનાસ નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થતું હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. આ રેડ દરમિયાન મોટા પાયે ગેરકાયદે રેતી ખનન ઝડપી પાડવામાં આવ્યું હતું.

પોલીસે કરેલી કાર્યવાહીમાં કુલ દોઢ કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં ગેરકાયદે રેતી ખનન માટે ઉપયોગમાં લેવાતા 3 ડમ્પર વાહનો સહિત કુલ 5 વાહનો કબજે લેવાયા છે.

આ રેડથી ગેરકાયદે રેતી ખનન કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આવા ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ અન્ય લોકોની પણ શોધખોળ શરૂ કરી છે.
📲Get App