🔥 TRENDING Delhi Metro to Run from 3:30 AM on Sun... Delhi Sees 6°C Drop in Temperature, We... Saini Presents Haryana’s Investment Pr... Haryana Env. Minister Mandates Weekly... Haryana Minister Nayab Saini Meets Swe... Amit Shah declares end of violent Naxa...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વેરાવળમાં નાલંદા વિદ્યાલય અને છાત્રાલય દ્વારા ભવ્ય રાસ-ગરબા મહોત્સવનું આયોજન

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 16 Oct 2026, 07:00 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વેરાવળ ખાતે શ્રી નાલંદા જ્ઞાન વિદ્યાલય તથા નાલંદા કુમાર છાત્રાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે ભવ્ય રાસ-ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વેરાવળ: ગજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી નાલંદા જ્ઞાન વિદ્યાલય તેમજ નાલંદા કુમાર છાત્રાલય દ્વારા આજરોજ તારીખ ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ વિદ્યાર્થીઓ માટે ભવ્ય રાસ-ગરબા કોમ્પિટિશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ-પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ કુહાડા, વેરાવળ ડી-સ્ટાફ પી.એસ.આઇ. શ્રી રાયજાદા સાહેબ, વેરાવળ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી ઉદયભાઈ શાહ સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ શ્રી ડી. કે. મહેતા, શ્રી હિરેનભાઈ મહેતા, આચાર્ય શ્રી મૌલિકભાઈ મહેતા તેમજ શિક્ષક શ્રી જયેશભાઈ પરમાર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય તથા ઉત્સાહસભર બની ગયું હતું. ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓના ઉત્સાહ અને પ્રદર્શનની પ્રશંસા કરી સંસ્થાના આયોજનને બિરદાવ્યું હતું.
📲Get App