🔥 TRENDING અંકલેશ્વરમાં વીજ સંકટ: DGVCL દ્વારા ઔદ... जीडीएमएल पटवारी पीजी गर्ल्स कॉलेज में... बांसडीह में महिला से दिनदहाड़े लाखों क... मुख्यमंत्री डॉ. मोहन यादव ने आज मुरैना... ખેડબ્રહ્મા પોલીસે "તેરા તુજકો અર્પણ" ક... CJP Supporters Rally at Mumbai’s Azad...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખેડબ્રહમા પોલીસની 'શી ટીમ' દ્વારા રાત્રિના સમયે એકલતામાં ઘરે જતી યુવતીને સુરક્ષિત પહોંચાડાઈ..

ખેડબ્રહમા પોલીસની 'શી ટીમ' દ્વારા રાત્રિના સમયે એકલતામાં ઘરે જતી યુવતીને સુરક્ષિત પહોંચાડાઈ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 16 Oct 2026, 03:31 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવરાત્રી બંદોબસ્ત દરમિયાન પેટ્રોલીંગ કરી રહેલી ખેડબ્રહમા પોલીસની 'શી ટીમ' દ્વારા એક ૨૨ વર્ષીય યુવતીને રાત્રિના સમયે વાહન ન મળતાં એકલતામાં ઘરે પહોંચાડવામાં મદદ કરવામાં આવી..

સાબરકાંઠામાં-:
ખેડબ્રહમા પોલીસ સ્ટેશનની 'શી ટીમ' દ્વારા નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠા ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ અને વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક ખેડબ્રહમાના ડૉક્ટર કુલદીપકુમાર નાયીમાર્ગદર્શન હેઠળ શી ટીમ પેટ્રોલીંગ પર હતી.તાજેતરમાં ૧૫ ઓક્ટોબરની રાત્રિના આશરે સાડા અગીયારેક વાગ્યે ખેડબ્રહમાથી ઇડર જતા સ્ટેટ હાઇવે પર લક્ષ્મીપુરા ત્રણ રસ્તા નજીક 'શી ટીમ' દ્વારા એક ૨૨ વર્ષીય યુવતી ગાયત્રીબેન દશરથભાઇ પાંડોર, એકલી ચાલતી જતી જોવા મળી. પૂછપરછ કરતાં યુવતીએ જણાવ્યું કે તે તેના મામાના ઘરે ચિખલા ખાતે ચાર દિવસથી હતી અને સાંજે લગભગ સાત વાગ્યે નવરાત્રી જોવા ખેડબ્રહમા આવી હતી.રાત્રિના સમયે ઘરે જવા માટે વાહન ન મળતાં તે એકલી ચાલીને નીકળી હતી..

યુવતીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 'શી ટીમ' દ્વારા તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવી અને તેના પિતાનો સંપર્ક કરવામાં આવ્યો. યુવતીના પિતા, દશરથભાઇ શંકરભાઇ પાંડોર, પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ, તેમની ઓળખ અને પુરાવા ચકાસ્યા બાદ, યુવતીને તેના પિતા સાથે સુરક્ષિત રીતે ઘરે મોકલવામાં આવી. આ કામગીરી દ્વારા ખેડબ્રહમા પોલીસે રાત્રિના સમયે એકલતામાં ઘરે જતી યુવતીને સુરક્ષિત પહોંચાડી પોતાની ફરજ નિભાવી છે.આ પ્રશંસનીય કામગીરીમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કાળાભાઈ વાલજીભાઈ,વુમેન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નુતાબેન અરવિદંભાઇ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જંસવતભાઇ શામળભાઇ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઇ મોહનભાઇ, વુમેન પોલીસ કોન્સ્ટેબલ રેણુકાબેન અવસરભાઈ અને વુમેન પોલીસ કોન્સ્ટેબલ શાલીનીબેન નટવરભાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે.
📲Get App