🔥 ट्रेंडिंग Bidar news मंझिआंव थाना में दुर्गा पूजा शांतिपूर्... Delhi to Install 100,000 Smart Street... International Scientists Debate Abando... India's Aditya-L1 and Europe's Proba-3... सेक्टर-105 आरडब्ल्यूए की जिलाधिकारी मह...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ તાલુકાના સચાણા ગામના હુમલા કેસમાં નવો વળાંક હુમલાના આરોપીઓનો પોલીસ પર માર માર્યાનો ગંભીર આરોપ; સરકારી હોસ્પિટલ અને રૂરલ પોલીસ મથકે સમાજના આગેવાનો એકઠા થયા

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 16 अक्टू. 2026, 03:13 PM 👁 36
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ તાલુકાના સચાણા ગામમાં થયેલા હુમલાના કેસમાં નવો વળાંક આવ્યો છે. હુમલાના કેસના આરોપીઓએ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ ઘટનાને પગલે વિરમગામ સરકારી હોસ્પિટલ અને વિરમગામ રૂરલ પોલીસ મથકે સમાજના મોટી સંખ્યામાં આગેવાનો એકઠા થયા હતા.
મળતી માહિતી મુજબ, થોડા દિવસો અગાઉ વિરમગામ તાલુકાના સચાણા ગામમાં નવા મકાનના બાંધકામ અને રસ્તાની બાજુમાં દરવાજો મૂકવા મુદ્દે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે વિરમગામ રૂરલ પોલીસ મથકે નવ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ હુમલાના કેસના તમામ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.હાલમાં આરોપીઓ દ્વારા પોલીસ પર માર માર્યાના ગંભીર આક્ષેપોને પગલે મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આ આક્ષેપો અંગે સત્તાવાર તપાસ અને પોલીસનું નિવેદન સામે આવ્યા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકશે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App