🔥 TRENDING రక్తదానం ప్రాణదానం: మానవత్వానికి నిలువ... साहिबगंज: बरहरवा क्षेत्र में हुई बड़ी... Palia kalan kheri बच्चों ने स्कूल परिसर में उगाए फल और स... चौराऊ में ठाकुरजी मंदिर प्राण प्रतिष्ठ... नालंदा: उत्पाद विभाग के सिपाही की मौत...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પાસે રિક્ષા અકસ્માત: અનેક મુસાફરો ઘાયલ

✍️ Reporter: Shahid Mansuri 🗓 16 Oct 2026, 01:50 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ નજીક રિક્ષાનું આગળનું ટાયરનું એક્સેલ તૂટી જતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.

ભરૂચ શહેર નજીક આવેલા નર્મદા મૈયા બ્રિજ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રિક્ષાનું આગળનું ટાયરનું એક્સેલ અચાનક તૂટી જતાં વાહન ચાલકનો કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં રિક્ષામાં સવાર કેટલાક મુસાફરોને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના પગલે સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો.

અકસ્માત બાદ રિક્ષાને નુકસાન થયું હતું અને ટ્રાફિકને પણ થોડી વાર માટે અસર થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
📲Get App