🔥 TRENDING India's First Early Warning System Ins... BJP leader Sudhir Sharma criticises Su... સાબરકાંઠા જિલ્લાના જલેરી ડેમ પ્રોજેક્ટ... लोणावळ्यात बनावट कॉल सेंटरचा पर्दाफाश Agriculture Minister urges Tripura stu... Tripura Chief Minister launches 21 dev...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તલોદ પોલીસે છ માસની સજા થયેલ અને ફરાર વોરંટ આરોપીને ઝડપી પાડ્યો..
Crime

તલોદ પોલીસે છ માસની સજા થયેલ અને ફરાર વોરંટ આરોપીને ઝડપી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 16 Oct 2026, 12:14 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં સજા વોરંટના ફરાર આરોપીઓને પકડવા માટે ચાલી રહેલા ડ્રાઇવ અંતર્ગત તલોદ પોલીસે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ છ માસની સજા અને ૨.૭૦ લાખ રૂપિયાના દંડની સજા પામેલા આરોપીને ઝડપી પાડ્યો છે..

સાબરકાંઠામાં-:
નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સજા વોરંટના ફરાર આરોપીઓને પકડવા માટે એક વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.આ ડ્રાઇવના ભાગરૂપે હિંમતનગર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ તલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડ અને તેમના ડી.સ્ટાફના માણસો સતત વોચ રાખી રહ્યા હતા. તાજેતરમાં, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જિજ્ઞેશકુમાર બાલાભાઈને બાતમી મળી હતી કે એક આરોપી, જે તલોદ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ-૧૩૮ હેઠળના ક્રિમીનલ કેસ નંબર ૪૧૫/૨૦૨૫ માં છ માસની સજા અને ૨,૭૦,૦૦૦ રૂપિયાનો દંડ પામેલો છે,તે ઉજેડીયા ચોકડી પાસે ઉભો છે..

મળેલ બાતમીના આધારે, પોલીસ ટીમ તાત્કાલિક ઉજેડીયા ચોકડી પહોંચી અને વર્ણન મુજબના ઇસમની તપાસ કરી. પૂછપરછ કરતાં તે ઇસમે પોતાનું નામ રાજુસિંહ દલપતસિંહ ઠાકોર (ચૌહાણ) રહેવાસી સીમલીયા, તા. તલોદ, જી. સાબરકાંઠા જણાવ્યું. પોલીસે તેને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી હિંમતનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.આમ તલોદ પોલીસે છ માસથી સજા વોરંટના ફરાર આરોપીને પકડવામાં સફળતા મેળવી છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં સી.જી.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર,કે.વી.વહોનીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જિજ્ઞેશકુમાર બાલાભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અનિલસિંહ રજુસિંહ.
📲Get App