🔥 TRENDING Northeast Monsoon Expected to Commence... Smriti Irani Responds to Opposition Cr... પ્રાંતિજ પોલીસે વાહન ચોરીના બે ગુનાનો... *हेडलाइन:* मध्यप्रदेश में जबलपुर-भोपाल... कष्टकरी नगरमध्ये भव्य मोफत आरोग्य तपास... जैथरा में 16 अक्टूबर को होगा भव्य खाटू...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મોટા દેવળીયા ગામે માથાકૂટ બાદ ધમકી આપવાનો ગુનો નોંધાયો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 15 Oct 2026, 10:46 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે માથાકૂટ બાદ મનદુઃખ રાખી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે માથાકૂટના મનદુઃખમાં ધમકી આપવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવ અંગે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

રમેશભાઈ ડાણાભાઈ બગડા (ઉં.વ. 45) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તેમના દીકરા સાહિલભાઈ રમેશભાઈ બગડાને સંજયભાઈ રાઘવભાઈ કોયરા સાથે માથાકૂટ થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખીને સંજયભાઈ રાઘવભાઈ કોયરા, અલ્તાફભાઈ રાઘવભાઈ કોયરા, દુપીબેન રાઘવભાઈ કોયરા, વિપુલભાઈ કાનાભાઈ કોયરા તથા મહેશભાઈ કાનાભાઈ કોયરાએ મળીને સાહિલભાઈને અવારનવાર અલગ-અલગ સમયે ગાળો આપી હતી.

આરોપીઓએ સાહિલભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ સમગ્ર બનાવ અંગે બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી. આર. ડાભી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
📲Get App