🔥 TRENDING मुख्यमंत्री योगी आदित्यनाथ ने मीरजापुर... मल्हार स्कूल के छात्रों ने अधिकारियों... दिवाळी आधी शेतकऱ्यांना पाच हजार रुपये आगरा: रामदेवी अस्पताल के पास किन्नरों... राजस्थान: पश्चिमी विक्षोभ के सक्रिय हो... Google Pay Launches AI‑Powered Real‑Ti...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા: પોશીના પોલીસે કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું, લાખોનો મુદ્દામાલ જપ્ત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 15 Oct 2026, 02:38 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વલસાડી ગામે કપાસના વાવેતરની આડમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરતા એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે ૩૨.૭૩૪ કિલોગ્રામ ગાંજો, જેની કિંમત આશરે ૧૬,૩૬,૭૦૦ રૂપિયા થાય છે, તે મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

સાબરકાંઠામાં-:
નશાના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ ઝુંબેશના ભાગરૂપે પોશીના પોલીસ સ્ટેશનની ટીમે બાતમી હકીકતના આધારે વલસાડી ગામના મુખી ફળામાં દરોડો પાડ્યો હતો.પોલીસને જાણવા મળ્યું હતું કે દીપકભાઈ હીરાભાઈ બુંબડીયા નામના ઈસમે પોતાના ખેતરમાં કપાસના વાવેતરની આડમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કર્યું છે.પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં બાતમી સાચી ઠરી હતી.આરોપી દીપકભાઈ હીરાભાઈ બુંબડીયા (ઉંમર ૩૬ વર્ષ) ના ખેતરમાંથી કુલ ૩૨.૭૩૪ કિલોગ્રામ ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે ૧૬,૩૬,૭૦૦ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે આ ગાંજાનો જથ્થો અને અન્ય મુદ્દામાલ કબજે લઈ આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

આ સમગ્ર કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.ખેડબ્રહ્મા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉકટર કુલદિપકુમાર નાયી અને પોશીના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.વાઘેલાના નેતૃત્વ હેઠળ સ્ટાફના માણસોએ સતત વોચ રાખીને આ સફળતા મેળવી છે.પ્રસંશનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.સાધુ,એન.બી.વાઘેલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર,વી.બી.મેઘનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અમીતકુમાર સાવનભાઇ,હેડ કોન્સ્ટેબલ જયદીપકુમાર જીતાભાઈ,હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ભાણજીભાઈ,હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ સોમસિંહ,પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ વિક્રમસિંહ,પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર બાબુભાઇ,પોલીસ કોન્સ્ટેબલ કલ્યાણસિંહ ગુલાબસિંહ,પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ અશોકસિંહ,પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર દલજીભાઇ,પોલીસ કોન્સ્ટેબલ સોમાભાઈ મારતાભાઈ,આસિસ્ટન્ટ લોકરક્ષક દશરથભાઇ રાજેન્દ્રભાઇ, આસિસ્ટન્ટ લોકરક્ષક દિપકભાઇ પુંજાભાઈ,ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ કિંજલભાઈ રામાભાઈ.
📲Get App