🔥 TRENDING ਮੰਦਰ 'ਚ ਚੋਰ ਗੋਲਕ ਚੁੱਕ ਕੇ ਫ਼ਰਾਰ, ਘਟਨਾ ਸ... తణుకు సబ్ జైలును సందర్శించిన సీనియర్ స... Gold Prices Hit All-Time High Globally... Kaveri water supply disruption hits Ba... સુરત ઝોનમાં પોષણ ઉત્સવની ઉજવણી! Karnataka Transport Department Deploys...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જામનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બાંધકામ સાઇટ પર રોલરમાં આગ લાગી
Local

જામનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બાંધકામ સાઇટ પર રોલરમાં આગ લાગી

✍️ Reporter: Vikram Pata 🗓 15 Oct 2026, 08:02 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગર શહેરના સમર્પણ સર્કલ નજીક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બાંધકામ દરમિયાન રોલરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ફાયર વિભાગે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

જામનગર શહેરમાં સમર્પણ સર્કલ નજીક વિશાલ હોટલ પાછળ જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્માણાધીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્થળે બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવાતા એક રોલરમાં અચાનક આગ લાગી હતી.

આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ સક્રિયતા દાખવી તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

ફાયર વિભાગની સમયસર અને કુશળ કામગીરીને કારણે આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
📲Get App