🔥 ट्रेंडिंग Metro Green Line extension from Nagasa... वाकोद येथील साखरादेवी मंदिरात पाचव्या... Karnataka government releases pending... बिलासपुर कलेक्टर कार्यालय का घेराव, ने... ਪਰਵਿੰਦਰ ਝੋਟਾ ਕਤਲਕਾਂਡ: ਜਲੰਧਰ-ਫਗਵਾੜਾ ਨੈਸ਼... स्वच्छता अभियान में भाग लेकर जन-जागरूक...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢ: ઘરનો સામાન બેંગલુરુ મોકલવાના બહાને ૩૮.૧૫ લાખની ઠગાઈ, કાર્ગો સંચાલક સામે ગુનો નોંધાયો
अपराध

જૂનાગઢ: ઘરનો સામાન બેંગલુરુ મોકલવાના બહાને ૩૮.૧૫ લાખની ઠગાઈ, કાર્ગો સંચાલક સામે ગુનો નોંધાયો

✍️ रिपोर्टर: Gadhiya Sudipbhai 🗓 15 अक्टू. 2026, 11:52 AM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢના પ્રોફેસર સાથે કાર્ગો સર્વિસના નામે લાખો રૂપિયાની ઠગાઈ અને ખંડણી માંગવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે 'ફાસ્ટ પ્રોફેશનલ કાર્ગો મોર્સ'ના સંચાલકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા અને પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. વિદ્યા નારાયણ સાથે કાર્ગો સર્વિસના નામે લાખો રૂપિયાની ઠગાઈ અને ખંડણી માંગવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવ કામનાથ નગર સોસાયટી, આંગન ટાઉનશીપ, મધુરમ, જૂનાગઢ ખાતે બન્યો હતો. આ અંગે 'સી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદી ડૉ. વિદ્યા નારાયણે પોતાના ઘરનો સામાન અને બે ફોરવ્હિલ કાર જૂનાગઢથી બેંગલુરુ મોકલવા માટે 'ફાસ્ટ પ્રોફેશનલ કાર્ગો મોર્સ' નામની કાર્ગો સર્વિસ સાથે રૂ. ૭૫,૫૦૦/- માં સોદો કર્યો હતો. જોકે, આરોપીઓએ સામાન પહોંચાડવાને બદલે અગાઉ નક્કી થયેલ રકમ કરતાં અનેક ગણી વધુ રૂપિયાની માંગણી કરી હતી. આ ઠગાઈની કુલ કિંમત રૂ. ૩૮,૧૫,૦૦૦/- આંકવામાં આવી છે.

આરોપીઓએ શરૂઆતમાં રૂ. ૨,૧૧,૨૧૦/- અને બાદમાં રૂ. ૧,૨૯,૨૮૦/- નું નવું બિલ મોકલીને પેમેન્ટ કરશો તો જ સામાન મળશે તેવી ધમકી આપી હતી. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ આપેલા બિલમાં દર્શાવેલ સરનામાં અને જી.એસ.ટી. નંબર પણ ખોટા તથા બંધ હાલતમાં હોવાનું બહાર આવ્યું છે, જે તેમની ઠગાઈની પદ્ધતિ દર્શાવે છે.

આ પ્રકારે અગાઉ નક્કી થયા મુજબનો રૂ. ૩૮,૧૫,૦૦૦/- ની કિંમતનો સામાન અને વાહનો બેંગલુરુ ન પહોંચાડી, ખોટા બિલ બનાવી ખંડણી માંગી ઠગાઈ આચરનાર આરોપીઓ વિરુદ્ધ જૂનાગઢ 'સી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ ૩૧૮(૪), ૩૩૬(૩), ૩૪૦(૨), ૩૦૮(૨) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App