🔥 TRENDING Central Government to Deploy 1,000 Mod... ਮੰਦਰ 'ਚ ਚੋਰ ਗੋਲਕ ਚੁੱਕ ਕੇ ਫ਼ਰਾਰ, ਘਟਨਾ ਸ... తణుకు సబ్ జైలును సందర్శించిన సీనియర్ స... Gold Prices Hit All-Time High Globally... Kaveri water supply disruption hits Ba... સુરત ઝોનમાં પોષણ ઉત્સવની ઉજવણી!
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સિક્કા નગરપાલિકા ચૂંટણીની અદાવતમાં ધોકા, પાઇપ અને છરીથી હુમલો: ત્રણ ઈજાગ્રસ્ત
Crime

સિક્કા નગરપાલિકા ચૂંટણીની અદાવતમાં ધોકા, પાઇપ અને છરીથી હુમલો: ત્રણ ઈજાગ્રસ્ત

✍️ Reporter: Vikram Pata 🗓 15 Oct 2026, 08:04 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગર નજીક સિક્કા નગરપાલિકાની ચૂંટણીની અદાવતમાં થયેલી મારામારીમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી છે. આ ઘટનામાં ધોકા, પાઇપ અને છરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જામનગરના સિક્કામાં નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાના મુદ્દે થયેલા વિવાદની અદાવત રાખીને તુષાર હસમુખભાઈ પરમાર અને તેમના પરિવારજનો પર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ ધોકા, લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરતાં ફરિયાદીને માથા અને ગરદનના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે એક સાહેદને હાથની કલાઈ પાસે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી. ફરિયાદીના ભાઈને પણ છરી વડે ગાલના ભાગે ઈજા થતાં ટાંકા લેવા પડ્યા હતા. આ ઉપરાંત ફરિયાદીની કારના પાછળના કાચમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરાયો છે. આ મામલે પોલીસે ભરત મેહુલભાઈ પરમાર, કરણ તુલસીભાઈ પરમાર, મુકેશ મંગાભાઈ પરમાર, અર્જુન તુલસીભાઈ પરમાર અને ભરત ઉર્ફે ટકો પરમાર સામે ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત પોલીસ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App