🔥 TRENDING खानपुर: 65 लाख रुपये के जमीन विवाद में... अभिनेता प्रकाश राज का केंद्र सरकार पर... सुप्रीम कोर्ट में 130 जूनियर कोर्ट अटे... ગોવિંદપુરામાં મહેતા પી. કે. વિદ્યાલયના... भागलपुर: विक्रमशिला सेतु के पुनर्निर्म... રૂપકુંવરબા કન્યા વિધાલય કુકેરી ખાતે વા...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ગાંધીધામમાં ગરબીમાં દારૂ પીને ઘૂસતા ત્રણ નબીરા શી-ટીમની ઝપટે

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 15 Oct 2026, 07:44 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીધામ "એ" ડિવિઝન પોલીસ સ્ટેશનની શી-ટીમે નવરાત્રી દરમિયાન ગરબીઓમાં સુરક્ષા તપાસ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં પ્રવેશતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે.

ગાંધીધામ "એ" ડિવિઝન પોલીસ સ્ટેશનની શી-ટીમ દ્વારા નવરાત્રી તહેવાર નિમિત્તે ગરબીઓમાં મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ પેટ્રોલિંગ દરમિયાન, પરંપરાગત વેશભૂષામાં સજ્જ શી-ટીમની મહિલા કર્મચારીઓએ વિવિધ ગરબી મંડળોમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન, ત્રણ ઈસમો દારૂના નશામાં ગરબીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ઝડપાઈ ગયા હતા.

પોલીસે આ ત્રણેય ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી ગાંધીધામ "એ" ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. રાઠોડ અને શી-ટીમની મહિલા કર્મચારીઓની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી.
📲Get App