🔥 TRENDING राजस्थान: सरपंच चुनाव में मतदाताओं के... • ! • 🛑 कल्याणपुरा का सच: सालों से ठप... kosi श्री राम चले बन तो अयोध्या की प्र... ಅಥಣಿ ಡಿವೈಎಸ್‌ಪಿ ವೀರೇಂದ್ರ ಕುಮಾರ್ ಅವರಿಗೆ... मध्यप्रदेश में OBC आरक्षण और जातिगत जन... Bounty‑Wanted Robber Kalli Gurjar Post...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ગાંધીધામમાં ગરબીમાં દારૂ પીને ઘૂસતા ત્રણ નબીરા શી-ટીમની ઝપટે

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 15 Oct 2026, 07:44 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીધામ "એ" ડિવિઝન પોલીસ સ્ટેશનની શી-ટીમે નવરાત્રી દરમિયાન ગરબીઓમાં સુરક્ષા તપાસ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં પ્રવેશતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે.

ગાંધીધામ "એ" ડિવિઝન પોલીસ સ્ટેશનની શી-ટીમ દ્વારા નવરાત્રી તહેવાર નિમિત્તે ગરબીઓમાં મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ પેટ્રોલિંગ દરમિયાન, પરંપરાગત વેશભૂષામાં સજ્જ શી-ટીમની મહિલા કર્મચારીઓએ વિવિધ ગરબી મંડળોમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન, ત્રણ ઈસમો દારૂના નશામાં ગરબીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ઝડપાઈ ગયા હતા.

પોલીસે આ ત્રણેય ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી ગાંધીધામ "એ" ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. રાઠોડ અને શી-ટીમની મહિલા કર્મચારીઓની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી.
📲Get App