🔥 TRENDING RBI mandates time‑based auto‑locking O... India Gives Green Light to 15,000 Cror... पटना स्थित प्रदेश कार्यालय में आयोजित... Horticulture University Issues Guideli... BWSSB launches GPS‑based app for water... State Education Department Announces D...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત જિલ્લાના મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાનું ફેસબુક એકાઉન્ટ ફરી સાયબર ગઠિયાઓનો શિકાર બન્યું

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 15 Oct 2026, 04:32 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

છેલ્લા એક વર્ષમાં બીજી વખત સુરત જિલ્લા કોર્ટના મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. હેકરો તેમના નામનો દુરુપયોગ કરી પરિચિતો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સુરત જિલ્લા કોર્ટના મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા ફરી એકવાર સાયબર ગઠિયાઓનો શિકાર બન્યા છે. છેલ્લા એક વર્ષમાં આ બીજી વખત છે જ્યારે તેમનું ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હોય. સાયબર ઠગો દ્વારા સરકારી વકીલ જેવા પ્રતિષ્ઠિત પદ પર રહેલી વ્યક્તિનું એકાઉન્ટ હેક કરી તેના થકી રૂપિયા પડાવવાનું ષડયંત્ર રચાતાં વકીલ આલમ અને પોલીસ તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ઘટના સામે આવતાં જ નયન સુખડવાલાએ તાત્કાલિક લોકોને ગેરમાર્ગે ન દોરાવા અને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. અજાણ્યા હેકરે ફેસબુક એકાઉન્ટનો સંપૂર્ણ એક્સેસ મેળવીને મેસેન્જર મારફતે નયન સુખડવાલાના નામનો દુરુપયોગ શરૂ કર્યો હતો.

એકાઉન્ટ સાથે જોડાયેલા મિત્રો, પરિચિતો અને અન્ય કોન્ટેક્ટ્સને ઈમરજન્સીનું બહાનું બતાવી પૈસા ટ્રાન્સફર કરવા માટે મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. આ પ્રકારની શંકાસ્પદ નાણાકીય માગણી સામે આવતાં જ નયનભાઈએ સ્પષ્ટતા કરી છે કે તેમના નામે કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહાર કે પૈસાની આપ-લે કરવી નહીં અને આવા ફેક મેસેજ પર બિલકુલ ભરોસો ન કરવો.
📲Get App