🔥 TRENDING कायमगंज में 29 झांकियों संग निकली भगवा... फुलसावंगी में बकरी चोरी की घटना, पुलिस... भागलपुर में नवाह संकीर्तन कार्यक्रम मे... Madras High Court Delays Pallikaranai... Specially-Abled Engineers Aid MP Trans... Monsoon Shortfall Heightens Risk of Re...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સામાજિક સૌહાર્દનો અનેરો સંદેશ: માં અંબાની આરાધના કરી જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીશ્રીઓ ગરબે રમ્યા અ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 15 Oct 2026, 09:30 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી સ્થિત સુખનિવાસ કોલોની ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન: જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ શક્તિ આરાધના પર્વમાં સહભાગી બન્યા

જિલ્લા કલેક્ટરશ્રી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓએ માં અંબાની ભક્તિભાવપૂર્વક આરતી ઉતારીને જિલ્લાની સુખ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

સામાજિક સૌહાર્દનો અનેરો સંદેશ: માં અંબાની આરાધના કરી જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીશ્રીઓ ગરબે રમ્યા

અમરેલી તા. ૧૪ ઓક્ટોબર
પવિત્ર આસો માસ-શારદીય નવરાત્રિ મહોત્સવના પાવન અવસરે અમરેલીની સુખનિવાસ કોલોની ખાતે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નવરાત્રિ ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ શક્તિ આરાધનાના પર્વ નિમિત્તે ત્રીજા નોરતે આયોજિત ગરબા મહોત્સવમાં અમરેલીના જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે ખાસ ઉપસ્થિત રહીને માં અંબાની ભક્તિભાવપૂર્વક આરતી ઉતારી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ માતાજી સમક્ષ શીશ નમાવીને સમગ્ર જિલ્લાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી અને શક્તિ ઉપાસનાના આ પર્વમાં સહભાગી બન્યા હતા.

આ નવરાત્રિ મહોત્સવમાં માત્ર ધાર્મિક આરાધના જ નહીં, પરંતુ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. સુખનિવાસ કોલોની ખાતે આયોજિત ગરબામાં સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલ, નાયબ કલેક્ટર શ્રી જાડેજા તથા શ્રી પ્રતીક કુંભાણી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. આ તમામ અધિકારીઓએ ગરબાના તાલે ઝૂમીને નવરાત્રિ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

વહીવટી તંત્રના અન્ય વિભાગોના મોભીઓ પણ આ સામાજિક અને સાંસ્કૃતિક મિલનમાં જોડાયા હતા. જેમાં અમરેલી કલેક્ટર કચેરીના પી.આર.ઓશ્રી, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટરશ્રી તેમજ અમરેલીના મામલતદારશ્રી, સહિતના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીશ્રીઓએ એકસાથે પરંપરાગત ગરબે રમીને પરસ્પર એકતા અને સામાજિક સૌહાર્દનો એક અનેરો અને સકારાત્મક સંદેશ સમાજમાં પ્રસારિત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુખનિવાસ કોલોની સ્થિત સરકારી કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સુદ્રઢ અને સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ નવરાત્રિ મહોત્સવ સરકારી પરિવારો વચ્ચે પરસ્પર ભાઈચારો અને સંવાદિતા વધારવા માટેનું એક સબળ માધ્યમ બન્યો છે. સમગ્ર કોલોનીમાં આ ગરિમાપૂર્ણ આયોજન બદલ ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુખનિવાસ કોલોની કર્મચારી ટીમે ઉપસ્થિત મહેમાનોને સહર્ષ આવકાર્યા હતા અને નવરાત્રિ મહોત્સવમાં સહભાગી બનવા બદલ ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.
📲Get App