🔥 ट्रेंडिंग दुर्गा माता मंदिर में 14वां विशाल जागर... छत्तीसगढ़ स्कूल में सौर ऊर्जा से चलने... छत्तीसगढ़ में तेंदुए के हमले से 8 घायल... मुंबई‑छत्तीसगढ़ ट्रेन के 3AC कोच में प... अयोध्या दीपोत्सव આજે હારીજ ખાતે કે.પી. હાઈસ્કૂલના આદરણી...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગજેરા કેમ્પસની હેન્ડબોલ ટીમે રાજ્ય કક્ષાએ સુવર્ણ પદક જીત્યો
खेल

ગજેરા કેમ્પસની હેન્ડબોલ ટીમે રાજ્ય કક્ષાએ સુવર્ણ પદક જીત્યો

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 15 अक्टू. 2026, 10:30 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીની ગજેરા કેમ્પસ સંચાલિત DLSS હેન્ડબોલ ટીમે નવસારી ખાતે યોજાયેલ શાળાકીય અંડર-19 રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આયોજિત શાળાકીય અંડર-19 ભાઈઓની રાજ્ય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં અમરેલી સ્થિત ગજેરા કેમ્પસ - વિસાવદરની DLSS હેન્ડબોલ ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરીને સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ ટીમે સમગ્ર અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

સ્પર્ધામાં ટીમે સતત શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખી ફાઈનલ સુધીનો પ્રવાસ સફળતાપૂર્વક ખેડ્યો હતો અને અંતે સુવર્ણ પદક મેળવી રાજ્ય કક્ષાએ અમરેલીનું ગૌરવ વધાર્યું છે.

આ વિજયી ટીમમાં બારૈયા રાહુલ ચકાભાઈ, વેગડ અમલ ગોવિંદભાઈ, સોરઠીયા ધ્રુવિલ મેહુલભાઈ, ધાખા સાવન ભરતભાઈ, ગોહિલ પાર્થ વિક્રમભાઈ, ગોહિલ માંડીપ ધર્મેન્દ્રસિંહ, બલદિયા રાહુલ બાબુભાઈ, સોલંકી વિજય ભરતભાઈ, ભાંભરોલિયા નૈતિક જગદીશભાઈ, બારૈયા વિશાલ ભોળાભાઈ, કાકડિયા વંશ દિપકભાઈ અને ધીલા રાજવીર ધનશ્યામભાઈ જેવા ખેલાડીઓએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.

આ સિદ્ધિ બદલ ગજેરા કેમ્પસના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ગજેરા, મંત્રી શ્રી ચતુરભાઈ ખૂંટ, શ્રી મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર શ્રી વસંતભાઈ વેખારીયાએ ટીમના તમામ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને અભિનંદન પાઠવી તેમની મહેનત અને પ્રતિબદ્ધતાને બિરદાવી હતી.
📲Get App