🔥 TRENDING ଭାରତୀୟ ନିର୍ବାଚନର ଏକ ନୂତନ ପର୍ଯ୍ୟାୟ Jaipur मगही महोत्सव में सिक्किम की IAS अधिकार... ଓଡାପଡ଼ା କଲେଜରେ ନିର୍ବାଚନ ସ୍ଥଗିତ, ସାଇନ ଏ... दिल्ली में बारिश का कहर, मौसम हुआ सर्द તિલકવાડામાં કપાસ ક્રાંતિ યોજના અંતર્ગત...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મેરઠ: બ્લૂ ડ્રમ મર્ડર કેસમાં બે આરોપીઓને ફાંસીની સજા
Crime

મેરઠ: બ્લૂ ડ્રમ મર્ડર કેસમાં બે આરોપીઓને ફાંસીની સજા

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 15 Oct 2026, 01:11 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મેરઠની જિલ્લા અને સેશન્સ કોર્ટે 'બ્લૂ ડ્રમ મર્ડર કેસ' ના બે આરોપી મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને હત્યા તથા પુરાવાનો નાશ કરવા બદલ ફાંસીની સજા ફટકારી છે.

મેરઠના ચકચારી 'બ્લૂ ડ્રમ મર્ડર કેસ' માં જિલ્લા અને સેશન્સ કોર્ટે મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને હત્યા તથા પુરાવાનો નાશ કરવા બદલ ફાંસીની સજા ફટકારી છે. આ નિર્ણયથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

ન્યાયાધીશ અરવિંદ કુમાર મિશ્રાએ સજા સંભળાવતી વખતે મહાભારતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અપરાધીને યોગ્ય દંડ આપવો એ ન્યાયતંત્ર અને શાસકનો સર્વોચ્ચ ધર્મ છે. આ સંદર્ભમાં, મહાભારતમાં ધર્મનો અર્થ માત્ર પૂજા-પાઠ કે કર્મકાંડ પૂરતો સીમિત નથી, પરંતુ સમાજમાં અન્યાય સામે સાચો દંડ આપવો એ પણ એક 'ધર્મ' (ફરજ) છે.

કોર્ટે આરોપીઓને હત્યા અને પુરાવાનો નાશ કરવાના ગંભીર ગુનાઓ બદલ દોષિત ઠેરવ્યા હતા. આ કેસમાં બંને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી હતી.
📲Get App