स्थानीय
અમરેલીમાં ગાંધીબાગ સામે ફટાકડાના સ્ટોલ: વેપારીઓ અને નાગરિકોમાં ઉગ્ર રોષ, આંદોલનની ચીમકી
અમરેલી શહેરમાં દિવાળી નિમિત્તે ગાંધીબાગ સામે ફટાકડાના સ્ટોલ ફાળવવાના નિર્ણય સામે ૪૦૦ થી વધુ નાના વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ આ નિર્ણય તાત્કાલિક રદ કરવાની અને પોતાની આજીવિકા માટે સુરક્ષિત જગ્યાની માંગ કરી છે.
અમરેલી શહેરના મધ્ય ભાગમાં આવેલી મ્યુનિસિપલ ગલી હાઈસ્કૂલ અને ગાંધીબાગ સામેના વિસ્તારમાં દિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડાના સ્ટોલ ફાળવવાના વહીવટી તંત્રના નિર્ણય સામે રવિવારી ગુજરી બજારના ૪૦૦ થી વધુ નાના મોટા ધંધાર્થીઓ અને સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર રોષ ફાટી નિકળ્યો છે. આ બાબતે આજે રવિવારી બજારના નાના વેપારીઓ દ્વારા પ્રાંત અધિકારી સહિતને આવેદનપત્ર આપી રોષભેર રજૂઆત કરવામાં આવી હતી.
રવિવારી બજારના નાના વેપારીઓએ જણાવ્યું કે રવિવારી બજાર પણ અમરેલી શહેર અને આજુબાજુના અંદાજિત ૪૦૦થી વધુ નાના શ્રમજીવીઓ વેપારીઓ સામાન્ય વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે. અગાઉ રામજી મંદિર પાસેથી બસ્સો જે નગરપાલિકા દ્વારા ગાંધીબાગ સામે જે જગ્યા ફાળવવામાં આવી હતી, ત્યાં દરેક મોટા તહેવારોમાં બજારો આવતા વેપારીઓને લાભ કરાવવા માટે સ્થાનિક ગરીબ ફેરિયાઓની રોજીરોટી છીનવી લેવામાં આવે છે તે અન્યાય છે.
સૌથી ગંભીર બાબત એ છે કે જે જગ્યાએ ફટાકડાના સ્ટોલ આવેલા છે અને જ્યાં લોકોની ભારે અવર-જવર રહે છે તેવા અમરેલીના હાર્દસમા વિસ્તારમાં બોમ્બ સમક્ષ ફટાકડાના સ્ટોલ ઉભા કરવાની મંજૂરી આપીને તંત્ર શું માનસિકતા સર્જી રહ્યું છે તે પ્રશ્ન છે. રાજકોટ અગ્નિકાંડ જેવા ભયાનક હર્દસનાઓથી પણ અમરેલીના તંત્રએ કોઈ બોધપાઠ લીધો નથી? જો અહીં નાની મોટી પણ દુર્ઘટના થાય તો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકાઈ જશે.
ગાંધીબાગ અને ગરબા ગ્રાઉન્ડ સામે ઉભા કરાતા જોખમી ફટાકડાના સ્ટોલને તાત્કાલીક અસરથી રદ કરી ખડકી પાંજરાપોળે મરઘા બજાર જેવી ખુલ્લી અને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે તેમજ ૪૦૦ જેટલા સ્થાનિક ગામ્ય પરિવારોની આજીવિકાનું એકમાત્ર સાધન એવા રવિવારી બજારના વેપારીઓએ કાયમી ધોરણે વેપાર કરવાની કાયમી મંજૂરી આપવામાં આવે. જો વહીવટી તંત્ર ગરીબોને પેટ પર લાત મારીને પ્રશ્નનો ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં રવિવારી બજારના તમામ વેપારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેની જવાબદારી પાલિકા અને સ્થાનિક વહીવટી તંત્રની રહેશે તેમ રવિવારી ગુજરી બજાર વેપાર એસોસીએશને જણાવ્યું છે.