🔥 TRENDING Famous Actor's Pan-India Action Teaser... मंडी में अव्यवस्था: टोकन के बावजूद गेट... BCCI Finalises Venue for IPL 2027 Mega... સુરતમાં દિવાળી પહેલાં શંકાસ્પદ ઘીના કા... WhatsApp Blocks Screenshot of Profile... Banking and Auto Shares Drive BSE Sens...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વર્ષ ૨૦૨૫-૨૦૨૬ 'બેસ્ટ ગણેશ પંડાલ સ્પર્ધા'માં સદ્ભાવના ગૃપે સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન મેળવી સાવરકુંડલાનું નામ રોશન કર્યું

વર્ષ ૨૦૨૫-૨૦૨૬ 'બેસ્ટ ગણેશ પંડાલ સ્પર્ધા'માં સદ્ભાવના ગૃપે સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન મેળવી સાવરકુંડલાનું નામ રોશન કર્યું

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 15 Oct 2026, 09:38 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વર્ષ ૨૦૨૫-૨૦૨૬ 'બેસ્ટ ગણેશ પંડાલ સ્પર્ધા'માં સદ્ભાવના ગૃપે સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન મેળવી સાવરકુંડલાનું નામ રોશન કર્યું

અમરેલી તા. ૧૪ ઓક્ટોબર
કેટલીક સિદ્ધિઓ માત્ર પુરસ્કાર નથી હોતી, પરંતુ તે વર્ષોની મહેનત, અતૂટ શ્રદ્ધા, સેવાભાવ અને રાષ્ટ્રપ્રેમની સાક્ષી પૂરે છે. સાવરકુંડલાના લોકપ્રિય અને સેવાભાવી સદ્ભાવના ગૃપે આવી જ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર પંથકને ગૌરવાન્વિત કર્યું છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત 'બેસ્ટ ગણેશ પંડાલ સ્પર્ધા'માં સમગ્ર ગુજરાતમાંથી સાવરકુંડલાના સદ્ભાવના ગૃપ સંચાલિત ગણેશ મહોત્સવે રાજ્યકક્ષાએ બીજું સ્થાન (દ્વિતીય ક્રમ) પ્રાપ્ત કરીને સાવરકુંડલાનું નામ ગૌરવથી રોશન કર્યું છે.

સદ્ભાવના ગૃપ દ્વારા રજૂ કરાયેલી “ઓપરેશન સિંદૂર” થીમ માત્ર એક પ્રદર્શન નહોતું, પરંતુ દેશના વીરોની શૌર્યગાથા, સાહસ, સંકલ્પ અને દેશભક્તિની ભાવનાને સમર્પિત એક અદભુત અભિવ્યક્તિ હતી, જેને રાજ્ય સરકાર અને નિર્ણાયકો દ્વારા બિરદાવવામાં આવી છે.

પૂજ્ય ઉષામાનાં દિવ્ય આશીર્વાદથી સદ્ભાવના ગૃપ છેલ્લા ૨૪ વર્ષથી ગણેશ મહોત્સવના માધ્યમથી ભક્તિની સાથે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અવિરત કાર્યરત છે. "જ્યાં જરૂરિયાત છે ત્યાં મદદનો હાથ, જ્યાં મુશ્કેલી છે ત્યાં આશાનો સાથ અને જ્યાં માનવતા છે, ત્યાં સદ્ભાવના છે" આ સૂત્રને સાર્થક કરતા ગૃપ દ્વારા ૨૪ કલાક કાર્યરત એમ્બ્યુલન્સ સેવા, મેડિકલ સાધન સહાય તેમજ આઠ અલગ-અલગ હેલ્પલાઇન દ્વારા માનવતાની અનન્ય સેવા કરવામાં આવી રહી છે. આ માત્ર એક ગૃપ નથી, પરંતુ જરૂરિયાતમંદોના જીવનમાં આશાનું કિરણ અને સમાજસેવાનું જીવંત પ્રતીક છે.
આ ભવ્ય અને ઐતિહાસિક સિદ્ધિ બદલ સદ્ભાવના ગૃપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા તેમજ સાવરકુંડલાની જાહેર જનતા અને તમામ શુભચિંતકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. આ સફળતા સદ્ભાવના ગૃપના તમામ મિત્રો, કાર્યકર્તાઓ અને રાત-દિવસ મહેનત કરનારા સેવાભાવી યુવાનોની એકતા, નિષ્ઠા અને સમર્પણનું પરિણામ છે. આ ગૌરવપૂર્ણ સફળતા બદલ સદ્ભાવના ગૃપ પર ચોમેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે, 'આ તો માત્ર એક પડાવ છે, સેવાની સફર હજુ ઘણી લાંબી છે'.
📲Get App