🔥 TRENDING માનનીય મંત્રીશ્રી પી.સી. બરંડાની ઉપસ્થ... जोधपुर के माता का थान क्षेत्र में 14 अ... આધુનિક નેત્ર સારવાર તરફ ગુજરાતનું વધુ... સુરત જિલ્લાના મુખ્ય સરકારી વકીલ નયન સુ... തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷൻ ബി.ജെ.പിയുടെ ഏജൻ... Teen’s Mirror Protest Sparks Outcry in...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પોશીના પોલીસે વલસાડી ગામમાંથી ૩૨ કિલોથી વધુ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું, એક ઈસમની ધરપકડ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 15 Oct 2026, 03:15 PM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારના વલસાડી ગામે કપાસના વાવેતરની આડમાં થઈ રહેલા ગાંજાના ગેરકાયદેસર વાવેતરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ૩૨.૭૩૪ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની કિંમત આશરે ૧૬,૩૬,૭૦૦ રૂપિયા થાય છે. આ મામલે એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લામાં નશાના વેચાણને અટકાવવા અને યુવાધનને બચાવવાના "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) ગાંધીનગર વિભાગ અને સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) ના માર્ગદર્શન હેઠળ, નાર્કોટિક પદાર્થોના વેચાણ સામે કડક પગલાં લેવાઈ રહ્યા છે.

ખેડબ્રહ્મા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડૉ. કુલદિપકુમાર નાયીના માર્ગદર્શન હેઠળ પોશીના પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી. દરમિયાન, પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકત મળી હતી કે વલસાડી ગામના મુખી ફળામાં રહેતા દીપકભાઈ હીરાભાઈ બુંબડીયા પોતાના ખેતરમાં કપાસના વાવેતરની આડમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરી રહ્યા છે.

આ બાતમીના આધારે, પોશીના પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, આરોપીના કબજા હેઠળના ખેતરમાં કપાસના પાકની વચ્ચે ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. પોલીસે કુલ ૩૨.૭૩૪ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેનું બજાર મૂલ્ય આશરે ૧૬,૩૬,૭૦૦ રૂપિયા આંકવામાં આવ્યું છે. પોલીસે ગાંજાનો જથ્થો અને અન્ય મુદ્દામાલ કબજે કરી આરોપી દીપકભાઈ હીરાભાઈ બુંબડીયા વિરુદ્ધ NDPS એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોશીના પોલીસ દ્વારા NDPS એક્ટ હેઠળના આ ગુનાનો સફળતાપૂર્વક ભેદ ખોલીને કરવામાં આવેલી આ કામગીરીની ઉચ્ચ અધિકારીઓએ પ્રશંસા કરી છે. આ કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગાંજાના વાવેતર અને વેચાણ નેસ્તનાબૂદ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે.
📲Get App