🔥 TRENDING गढ़मुक्तेश्वर रामलीला में सीता हरण और... Youth Dies from Electrocution During P... Delhi High Court to Hear Petition on P... Pandit Dheerendra Krishna Shastri urge... आज पूर्णिया स्थित जिला भाजपा कार्यालय... SC ਨੇ ਯਾਤਰੀਆਂ ਨੂੰ ਦਿੱਤੀ ਵੱਡੀ ਰਾਹਤ, ਰੇਲ...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

શ્રી જે.ડી. ગાબાણી કોમર્સ કોલેજમાં ગરબા મહોત્સવ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 15 Oct 2026, 03:47 PM 👁 23
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રી જે.ડી. ગાબાણી કોમર્સ કોલેજ ખાતે ભારતીય સંસ્કૃતિ અને એકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી ગરબા મહોત્સવ અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

શ્રી જે.ડી. ગાબાણી કોમર્સ કોલેજમાં ભારતીય સંસ્કૃતિ અને એકતાને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે ગરબા મહોત્સવ અને ઇનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય, અધ્યાપકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

આ મહોત્સવ દરમિયાન, વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને ઉત્સાહભેર ગરબા અને રાસની રમઝટ બોલાવી હતી. ખાસ કરીને, વેશભૂષા યુક્ત ગરબા સ્પર્ધામાં ડોડીયા પ્રાર્થના પ્રથમ ક્રમાંકે, વેકરીયા આશ્વી અને કોઠીયા ચેલ્સી દ્વિતીય ક્રમાંકે, જ્યારે માવાણી નિયતિ તૃતીય ક્રમાંકે વિજેતા જાહેર થયા હતા. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડો. નયનાબેન ગજેરા અને વૈદેહીબેન ટાંક ઉપસ્થિત રહ્યા હતા.

વિજેતા વિદ્યાર્થીઓને કોલેજના આચાર્ય અને કોઓર્ડીનેટરના હસ્તે પુરસ્કારો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનમાં સાંસ્કૃતિક સમિતિના સંયોજકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ ગરબા મહોત્સવ અને ઇનામ વિતરણ સમારોહે વિદ્યાર્થીઓમાં નવી ઊર્જાનો સંચાર કર્યો અને તેમની વચ્ચે એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવી.
📲Get App