🔥 ट्रेंडिंग आरा में रिटायरअसिस्टेंट कमिश्नर कि हत्... मैनपुरी में खराब मौसम की आशंका से किसा... मुजफ्फरपुर में ₹140.95 करोड़ की लागत स... हिण्डौन सिटी में नारी युवती सम्मेलन: र... રાજકોટ SHE ટીમ મહિલા સુરક્ષા માટે દિવસ... इब्राहिमपुर अदलहाट में शाम को मौसम खरा...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

પાવાગઢ ગુડ્સ રોપવેનો કેબલ તૂટ્યો, ટ્રોલી ટાવર સાથે અથડાઈ: જાનહાનિ ટળી

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 15 अक्टू. 2026, 03:14 PM 👁 23
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વિકાસકાર્યો માટે માલસામાન લઈ જતી ગુડ્સ રોપવેની ટ્રોલીનો કેબલ તૂટતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વિકાસકાર્યો માટે માલસામાન લઈ જતી ગુડ્સ રોપવેની ટ્રોલીનો કેબલ અચાનક તૂટી પડ્યો હતો. કેબલ તૂટતાં ટ્રોલી સીધી ટાવર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે સદભાગ્યે કહેવાય.

આશરે ૧ વર્ષ પહેલાં આ જ રોપવેમાં થયેલા ગંભીર અકસ્માતમાં ૬ લોકોના મૃત્યુ થયા હતા. તે ઘટનાને પગલે ફરી એકવાર રોપવેની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકો અને યાત્રાળુઓમાં પણ આ ઘટનાને લઈને ચિંતા જોવા મળી રહી છે.

રોપવેના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે મુસાફરો માટેનો પેસેન્જર રોપવે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેની કામગીરી યથાવત રહેશે. જોકે, ગુડ્સ રોપવેમાં થયેલા આ અકસ્માત બાદ સુરક્ષાના પગલાં અંગે વધુ સ્પષ્ટતાની જરૂર છે.
📲Get App