દેડિયાપાડા તાલુકા કક્ષાના કલામહાકુંભમાં અલમાવાડી પ્રાથમિક શાળા અર્વાચીન ગરબામાં બિનહરીફ વિજેતા
દેડિયાપાડા તાલુકા કક્ષાએ યોજાયેલા કલામહાકુંભમાં અલમાવાડી પ્રાથમિક શાળાની પીએમશ્રી યોજના હેઠળની વિદ્યાર્થિનીઓએ ગરબા સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. 14 વર્ષ સુધીની વયજૂથની અર્વાચીન ગરબા સ્પર્ધામાં અલમાવાડી પ્રાથમિક શાળાની દીકરીઓ બિનહરીફ વિજેતા જાહેર થતાં શાળા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.
તાલુકા કક્ષાના કલામહાકુંભમાં પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા એમ બે વિભાગમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અલમાવાડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ 14 વર્ષ સુધીની કેટેગરીમાં અર્વાચીન ગરબાની સુંદર કૃતિ રજૂ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
અલમાવાડી પ્રાથમિક શાળાની દીકરીઓએ 'માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે...' ગરબાના શબ્દો સાથે પરંપરાગત માટલીના ગરબાને માથે ધારણ કરી તેમાં દીવો પ્રગટાવ્યો હતો. દીવો પ્રગટાવેલી માટલી સાથે ગરબે ઘૂમતી દીકરીઓએ ભારતીય સંસ્કૃતિ અને ગરબાની પરંપરાને જીવંત કરી હતી. તેમની આ અનોખી રજૂઆતથી ગરબાની એક અલગ જ છાપ ઊભી થઈ હતી.
કલામહાકુંભમાં વિવિધ શાળાઓ દ્વારા અલગ-અલગ વિભાગોમાં કુલ નવ ગરબાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જોકે, 14 વર્ષ સુધીની વયજૂથમાં અર્વાચીન ગરબાની એકમાત્ર કૃતિ અલમાવાડી પ્રાથમિક શાળા દ્વારા રજૂ કરવામાં આવી હોવાથી શાળાને આ વિભાગમાં બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવી હતી.
તાલુકા કક્ષાએ સફળતા મેળવ્યા બાદ અલમાવાડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓ હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. દીકરીઓની આ સિદ્ધિથી શાળાના શિક્ષકો, વાલીઓ અને સમગ્ર શાળા પરિવારમાં આનંદની લાગણી પ્રસરી છે. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થિનીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં અને જિલ્લા કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.