રાજકોટમાં દલિત પ્રતિકાર મહારેલીનું આયોજન, મુખ્ય આગેવાનો અને ભીમ સૈનિકો જોડાયા
રાજકોટ: આજે 14મી ઓક્ટોબરના રોજ રાજકોટમાં યોજાનારી દલિત પ્રતિકાર મહારેલીમાં રાજકોટના મુખ્ય આગેવાનો, વિવિધ સામાજિક સંગઠનો, સંસ્થાઓ તેમજ સમસ્ત ભીમ સૈનિકો ભાઈઓ-બહેનો જોડાયા છે. સમાજના માન, સન્માન, સ્વાભિમાન અને ન્યાયના મુદ્દાઓને વાચા આપવા માટે આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.