Local
માંગરોળ નજીક નોલી નદીના તટ પર અજાણી લાશ મળી, ભીમા લખમણ કરમટા તરીકે ઓળખ
Watch on:
📘 Facebook
માંગરોળ તાલુકાના શેરિયાજ ગામ પાસે માંગરોળ-સોમનાથ હાઈવે નજીક નોલી નદીના તટ પર એક અજાણી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મૃતકની ઓળખ ભીમા લખમણ કરમટા (ઉંમર 63) તરીકે થઈ છે.
માંગરોળ તાલુકાના શેરિયાજ ગામ પાસે માંગરોળ-સોમનાથ હાઈવે નજીક નોલી નદીના તટ પર એક અજાણી લાશ મળી આવતા સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા હતા. આ ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ અને માંગરોળ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ૧૦૮ દ્વારા મૃત્યુની પુષ્ટિ કરાયા બાદ, મૃતદેહને લઈ જવા ના બદલે ૧૦૮ પરત ફરી હતી.
ત્યારબાદ, આગેવાન સમાજસેવક દાનાભાઈ ખાંભલાની પહેલ પર છકડો રિક્ષા બોલાવવામાં આવી હતી. બાબુભાઈ ચાવડાએ રિક્ષા ચલાવી અને અન્ય લોકોની મદદથી મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે પહોંચાડવામાં આવ્યો.
પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહની ઓળખ ભીમા લખમણ કરમટા (ઉંમર 63) તરીકે થઈ હતી. પોલીસે તેમના પરિવારજનોનો સંપર્ક કરી તેમને જાણ કરી અને હોસ્પિટલ બોલાવ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.