शिक्षा
તિલકવાડા ક્લસ્ટર કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ દર્શાવી વૈજ્ઞાનિક પ્રતિભા
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની આલમપુરા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં 10 શાળાઓની 13 કૃતિઓએ વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને સર્જનાત્મકતાને ઉજાગર કરી.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના આલમપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે તિલકવાડા ક્લસ્ટર કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરની પ્રેરણા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નર્મદાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રદર્શનમાં કુલ 10 શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા કુલ 13 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આ પ્રદર્શનમાં વર્ષ 2025-26ના પાંચ મુખ્ય વિષયો જેવા કે સારા જીવન માટે કૃત્રિમ બુદ્ધિમત્તા અને ગાણિતિક મોડેલિંગ, હરિત ઊર્જા અને પર્યાવરણ, આરોગ્ય-સ્વચ્છતા અને સાફ-સફાઈ, સ્વદેશી કૃષિ પદ્ધતિઓ તથા ગ્રામીણ પરિવર્તન માટે વિજ્ઞાન અને આપત્તિ વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક મોડેલો અને નવીન કૃતિઓ રજૂ કરી હતી. આ કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ ગણિતીય સમજ, વૈજ્ઞાનિક અભિગમ, ટેકનોલોજીનો ઉપયોગ અને રોજિંદા જીવનની સમસ્યાઓના વ્યવહારુ ઉકેલો પ્રદર્શિત કર્યા હતા.
આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, તાર્કિક વિચારસરણી, સર્જનાત્મકતા અને સંશોધનવૃત્તિ વિકસાવવાનો હતો. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરિમલ વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નર્મદાના ખજાનચી દિનેશભાઈ બારિયા, રાજ્ય કારોબારીના સભ્ય જિગ્નેશભાઈ પટેલ, તિલકવાડા તાલુકાના કારોબારી સભ્ય નરેન્દ્રભાઈ, પ્રચાર મંત્રી જાદવ, સી.આર.સી. કોર્ડિનેટર અતુલભાઈ મહેતા તથા આલમપુરા પ્રાથમિક શાળાનાં આચાર્ય ભારતીબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોએ વિદ્યાર્થીઓની કૃતિઓનું નિરીક્ષણ કરી તેમની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમને બિરદાવ્યો હતો. પ્રદર્શનના પાંચ વિભાગોમાં શ્રેષ્ઠ કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મેડલ, ટ્રોફી, પ્રમાણપત્ર અને વિવિધ ભેટસોગાદો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.