🔥 ट्रेंडिंग एंकर कंपनी के इलेक्ट्रीशियन ने उत्पादो... रानोली में बिसलपुर पेयजल सप्लाई का समय... mathura ब्रज के लाल मनीश चौधरी ने बड़े... દીપડાનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ મીણકચ્... પાટડી PSI અને DySP કચેરીના 2 કોન્સ્ટેબ... इंदौर एयरपोर्ट पर जोबट की युवती को मुं...
14 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ લાકડી બજાર ડિમોલેશન મામલે વિમુક્ત વિચરતી જાતિ સમુદાય

વિરમગામ લાકડી બજાર ડિમોલેશન મામલે વિમુક્ત વિચરતી જાતિ સમુદાય

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 14 अक्टू. 2026, 05:52 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે વિરમગામ શહેરમાં જનકલ્યાણની દિશામાં વધુ બે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. વિરમગામ શહેરના લાકડી બજાર વિસ્તારમાં વસવાટ કરતા ૧૪ દેવીપૂજક પરિવારોને નિઃશુલ્ક પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. સાથે જ ૧૮ વર્ષથી ઉપરના નાગરિકો માટે આધારકાર્ડ સંબંધિત સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બને તે હેતુથી આધાર કીટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.થોડા સમય પહેલાં વિરમગામ શહેરના લાકડી બજાર વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તે સમયે ત્યાં વસવાટ કરતા દેવીપૂજક પરિવારોને વૈકલ્પિક રહેઠાણ માટે પ્લોટની વ્યવસ્થા કરી આપવાનો સંકલ્પ અને વચન આપ્યું હતું.આજે ધારાસભ્ય તરીકે મેં તે સમયે આપેલું વચન પૂર્ણ કરવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે અને ૧૪ પરિવારોને નિઃશુલ્ક પ્લોટની ફાળવણી કરવામાં આવી રહી છે.મારા માટે વિકાસનો અર્થ માત્ર રસ્તા, પાણી, ગટર કે અન્ય માળખાકીય સુવિધાઓનું નિર્માણ નથી, પરંતુ જરૂરિયાતમંદ પરિવારોને સુરક્ષિત જીવન જીવવાની તક મળે, તેમના બાળકોને સારું ભવિષ્ય મળે અને દરેક પરિવારને પોતાના ઘરનું સપનું સાકાર કરવાની તક મળે એ પણ વિકાસનો જ એક મહત્વપૂર્ણ ભાગ છે. વિરમગામ શહેરના સર્વે નંબર ૯૮૧માં કુલ ૧૪૪ પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. તેમાંથી હાલ પ્રથમ તબક્કામાં ૧૪ દેવીપૂજક પરિવારોને નિઃશુલ્ક પ્લોટની ફાળવણી કરવામાં આવી રહી છે.આગામી સમયમાં વિચરતી જાતિમાં આવતા અન્ય જરૂરિયાતમંદ પરિવારો પણ પોતાના જાતિના દાખલા તથા જરૂરી દસ્તાવેજો રજૂ કરશે, તો નિયમો અને પાત્રતા અનુસાર તેમને પણ નિઃશુલ્ક પ્લોટ ફાળવવાની કાર્યવાહી કરવામાં આવશે.આ સાથે જ આ પરિવારોને માત્ર પ્લોટ આપીને જ નહીં, પરંતુ તેમના જીવનમાં કાયમી પરિવર્તન આવે તેવા પ્રયાસો પણ કરવામાં આવશે. પાત્ર પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવરી લઈને પાકા મકાનની સુવિધા મળે તે માટે મકાન મંજૂર કરાવવાનું આયોજન પણ કરવામાં આવશે, જેથી કોઈપણ જરૂરિયાતમંદ પરિવારને કાચા મકાનમાં રહેવાની મજબૂરી ન રહે અને દરેક પરિવારને સન્માનભેર જીવન જીવવા માટે પોતાનું પાકું ઘર મળી શકે.અમદાવાદ જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરના નાગરિકો માટે આધાર કીટની શરૂઆત સૌપ્રથમ વિરમગામ ખાતે કરવામાં આવી છે, જે વિરમગામ વિસ્તાર માટે ગૌરવની બાબત છે. આ પહેલથી હવે નાગરિકોને આધારકાર્ડ સંબંધિત કામગીરી માટે દૂર સુધી જવાની મુશ્કેલી ઓછી થશે અને સ્થાનિક સ્તરે જ જરૂરી સેવાઓ મેળવવામાં સરળતા રહેશે.આધારકાર્ડ આજના સમયમાં વિવિધ સરકારી યોજનાઓ, બેંકિંગ સેવાઓ અને અન્ય સરકારી કામગીરી માટે અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ત્યારે નાગરિકોને તેમના વિસ્તારમાં જ આધારકાર્ડ સંબંધિત સુવિધા મળી રહે તે માટે કરવામાં આવેલી આ પહેલ જનસુવિધા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App