રાજુલા શહેરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ કદમ
यहाँ देखें:
📘 Facebook
રાજુલા શહેરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ કદમ
સિવિલ હોસ્પિટલથી ભેરાઈ રોડને જોડતા મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત રાજુલા શહેરના નાગરિકોની સુવિધા, ટ્રાફિકની સમસ્યાના ઉકેલ અને શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા આપવા માટે આજે રાજુલા નગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલથી સીધા ભેરાઈ રોડને જોડતા મહત્વપૂર્ણ મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે, શહેરના નાગરિકો, વેપારી અગ્રણીઓ, નગરપાલિકાના સદસ્યો તથા અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
આશરે રૂપિયા 80 લાખના ખર્ચે નિર્માણ પામનાર આ માર્ગથી ભેરાઈ રોડ પરથી સીધા સિવિલ હોસ્પિટલ અને મુખ્ય બજાર સુધી પહોંચવામાં સરળતા રહેશે. માર્ગનું કામ પૂર્ણ થતાં શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં મદદ મળશે અને નાગરિકોને અવરજવરમાં મોટી રાહત મળશે.
ભારતીય જનતા પાર્ટીની રાજુલા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસને પ્રાથમિકતા આપીને રસ્તાઓ અને પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જનસેવા, સુશાસન અને વિકાસના સંકલ્પ સાથે. રાજુલા શહેરને વધુ સુવિધાયુક્ત, સુવ્યવસ્થિત અને ટ્રાફિકની સમસ્યાથી રાહત આપતું શહેર બનાવવા ભારતીય જનતા પાર્ટીની રાજુલા નગરપાલિકા કટિબદ્ધ છે.
સૌના સાથ, સૌના આશીર્વાદ અને સૌના સહયોગથી રાજુલાના વિકાસની અવિરત યાત્રા આગળ વધતી રહેશે.
ભારતીય જનતા પાર્ટી રાજુલા નગરપાલિકા 🚩 વિકાસ પણ, વિશ્વાસ પણ